Gujarat Election 2022: સુરતમાં પાસ કન્વિનર નીતિન ઘેલાણી સહિત 40 કાર્યકરો BJP માં જોડાયા, પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા

Gujarat Election 2022: સુરત ઉધના કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ 40 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાવનગરથી તેઓ અહીં સુરત સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હતા.

Gujarat Election 2022: સુરતમાં પાસ કન્વિનર નીતિન ઘેલાણી સહિત 40 કાર્યકરો BJP માં જોડાયા, પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે અને હવે દરેક પક્ષોમાં ઉમેદવારોના ફોર્મ ભરવાનું કામ શરૂ કર્યું છે. તેમ છતાં અમુક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદો શરૂ થયા છે. ટિકિટ ન મળતાં વિરોધ અને ટિકિટ અપાતા વિરોધ એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. આજે સુરતમાં પાસ કન્વિનર નીતિન ઘેલાણી કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલની હાજરીમાંજ 40થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા છે.

સુરત ભાજપમાં પણ ઘણી બેઠકો પર કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નેતાઓ દ્વારા આ રોષને ડામવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. 

સુરત ઉધના કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ 40 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાવનગરથી તેઓ અહીં સુરત સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હતા. કમલમ્ ખાતે 40 આગેવાનો ભાજપમાં વિધિવત્ રીતે જોડાઈ ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં દાવેદાર પાલ આંબલિયાને કોંગ્રેસે ટિકિટ ન આપતા કોંગ્રેસના કિસાન સેલના કાર્યકરોમાં રોષ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેઓ રોષ ઠાલવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news