કરોડો ખેડૂતોને મળશે નવરાત્રી પર ભેટ! આ તારીખે ખાતામાં આવશે રૂપિયા
PM Kisan Samman Nidhi: ખેડૂતોને આર્થિક મદદ કરવાના હેતુસર કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો આગામી મહિને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. વધુ વિગતો જાણો.
Trending Photos
જો તમે પોતે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમને ખુશ કરશે. ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી પીએમ કિસાન સન્માન નિધિ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. સરકાર તરફથી દેશભરના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં નવરાત્રી દરમિયાન 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર તરફથી કિસાન નિધિનો 18મો હપ્તો ટ્રાન્સફર કરવાની તારીખ પણ જાહેર કરાઈ છે.
આ તારીખે ટ્રાન્સફર થશે પૈસા
પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઈટ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનારી 5 ઓક્ટોબરના રોજ ખેડૂતો માટે 18મો હપ્તો ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી દેશના ગરીબ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. આ પૈસાને ડીબીટી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તો 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોને આપવામાં આવે છે.
2019માં શરૂ કરાઈ હતી યોજના
સરકાર તરફથી વર્ષ 2019માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ મળતા પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાય છે. પીએમ કિસાનના તમામ લાભાર્થીઓ માટે eKYC અપડેટ હોવું જરૂરી છે. eKYC દ્વારા ત મારી ઓળખની પુષ્ટિ થયા બાદ જ પૈસા તમારા ખાતામાં આવશે. તમે તમારી ઓળખ ઓનલાઈન ઓટીપી દ્વારા કે પછી કોઈ સીએસસી સેન્ટર પર જઈને તમારી આંગળી કે ચહેરાના નિશાન દ્વારા કરાવી શકો છો.
eKYC નહીં કરાવનારાઓને મુશ્કેલી
જે લોકોનું પીએમ કિસાનનું eKYC નહીં હોય તેમને આ યોજનામાં ફાયદો મળવામાં મુશ્કેલી નડી શકે છે. તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને તમારા મોબાઈલ નંબર અને આધાર કાર્ડ દ્વારા ઓટીપીની મદદથી eKYC પૂરું કરી શકો છો. જો આમ ન થાય તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને પણ ઈ કેવાયસી પૂરું કરી શકો છો.
પીએમ કિસાન નિધિ યોજનાની આખી સિસ્ટમ સરકાર અને ખેડૂતો વચ્ચે હોય છે. તેમાં સરકાર ફંડ રિલીઝ ક ર્યા બાદ સીધી ખેડૂતોના ખાતામાં જ પૈસા ટ્રાન્સફર કરે છે. જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવવામાં મદદ મળે છે. આ અગાઉ સરકાર તરફથી યોજનાનો 17મો હપ્તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરાયો હતો.
કેવી રીતે કરી શકો eKYC
- ઓટીપી બેસ્ડ eKYC(પીએમ કિસાન પોર્ટલ અને મોબાઈલ એપર પર ઉપલબ્ધ)
- બાયોમેટ્રિક બેસ્ડ ઈકેવાયસી કોમન સર્વિસ સેન્ટર (CSC) અને રાજ્ય સેવા કેન્દ્ર(SSK) પર ઉપલબ્ધ
- ફેસ ઓથેન્ટીકેશન બેસ્ડ eKYC, પીએમ કિસાન મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે જેનો લાખો ખેડૂતો યૂઝ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે