Grishma Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં મહત્વના સમાચાર, 3 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરાશે અને 15થી 20 દિવસમાં...

આ કેસમાં ગઈ કાલે 4 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. CRPC 164 મુજબ સાક્ષીઓના નિવેદન લેવાયા. 3 દિવસમાં ચાર્જશીટ ફાઈલ થશે.

Grishma Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં મહત્વના સમાચાર, 3 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરાશે અને 15થી 20 દિવસમાં...

સુરત: ચકચાર મચાવી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં 3 દિવસની અંદર જ ચાર્જશીટ ફાઈલ કરી દેવાશે અને 15થી 20 દિવસમાં આ કેસમાં ઐતિહાસિક ચૂકાદો આવશે. પોલીસ હાલ મેરેથોન ગતિથી આ કેસમાં તપાસ કરી રહી છે. SIT બનાવવામાં આવી છે. આ સમગ્ર હત્યાકેસના પગલે ગુજરાતમાં લોકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. 

3 દિવસમાં ચાર્જશીટ ફાઈલ થશે
આ કેસમાં ગઈ કાલે 4 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. CRPC 164 મુજબ સાક્ષીઓના નિવેદન લેવાયા. 3 દિવસમાં ચાર્જશીટ ફાઈલ થશે. 15થી 20 દિવસમાં આ કેસમાં ઐતિહાસિક ચૂકાદો આવશે. સમગ્ર કેસમાં એક મહિનાની અંદર ચુકાદો આવશે. પોલીસ પણ હાલ મેરેથોન ગતિથી તપાસ કરી રહી છે.

SIT ની રચના
સુરતના ચકચાર મચાવેલા ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં પોલીસે SIT ની રચના કરી છે. આ SIT માં એક ડીવાયએસપી, 4 પીઆઈ, 4 પીએસઆઈનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત LCB, SOG ટીમનો પણ મદદ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રીષ્માના હત્યારા ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. (ઈનપુટ સંદીપ વસાવા)

મળતી માહિતી મુજબ હાલ આરોપી ફેનીલને લઈને કામરેજ પોલીસ ઓળખ પરેડ માટે મામલતદાર કચેરીએ પહોંચી છે. ત્યારબાદ કોવિડ ટેસ્ટ માટે રેફરલ હોસ્પિટલ કામરેજ લઈ જવાશે. બપોર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે. 

આરોપીના પિતાએ પોતાના જ પુત્રને વખોડયો
આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે ફેનિલ મારો દીકરો છે પરંતુ હું કહુ છું કે અમારો સિક્કો જ ખોટો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે પણ ફરિયાદ કરી હતી. ત્યારે અમે ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે સમયે કહ્યું હતું કે હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું. પણ તે સુધર્યો નહી. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપે તો અમને મંજૂર છે. 

ભારે હૈયે ગ્રીષ્માને અપાઈ અંતિમ વિદાય
સુરતમાં ગઈ કાલે ગ્રીષ્માને ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી. માતા પિતા અને આખા સમાજે ચોધાર આંસુએ વિદાય આપી. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અત્રે જણાવવાનું કે ગ્રીષ્માના પિતા વિદેશમાં હોવાથી તેના બે દિવસ સુધી અંતિમ સંસ્કાર કરાયા નહતા. જ્યારે પિતા આવ્યા ત્યારે દીકરી સાથે બનેલી ઘટના જાણીને આઘાત પામ્યા હતા. 

એકતરફી પ્રેમમાં કરી હત્યા
સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી. તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું. એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. મહત્વનું છે કે હત્યારો ફેનિલ ઘણા દિવસથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. ત્યારબાદ યુવતીના મોટા પિતા દ્વારા તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news