અત્યાર સુધીનુ સૌથી ખૌફનાક સ્યૂસાઈડ, બે ભાગમાં કપાયેલા વ્યક્તિએ 10 મિનિટ સુધી વાત કરી...
ઉત્તર પ્રદેશના કાનપુરથી અત્યંત શોકિંગ ઘટના સામે આવી છે. રજા ન મળવાની સાધારણ વાત પર એક રેલવે કર્મચારીએ ટ્રેનના પાટા પર પડતુ મૂકીને જીવ આપી દીધો હતો. આ ઘટનાનો વીડિયો એટલો શોકિંગ છે કે, કર્મચારીનુ શરીર બે ટુકડામાં વહેંચાઈ ગયુ હતું. બે ટુકડામાં વહેંચાયેલા શરીરમાં પણ તેણે 10 મિનિટ સુધી વાત કરી હતી. ત્યાર બાદ ત્યા જ જીવ છોડ્યો હતો. દર્દના કારણે તેને ઉંહકારો પણ કર્યો ન હતો. ફક્ત આંખમાંથી આંસુ નીકળતા હતા. 10 મિનિટ પછી ધીમે-ધીમે તેની આંખો બંધ થઈ ગઈ.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ઉત્તર પ્રદેશના કાનપુરથી અત્યંત શોકિંગ ઘટના સામે આવી છે. રજા ન મળવાની સાધારણ વાત પર એક રેલવે કર્મચારીએ ટ્રેનના પાટા પર પડતુ મૂકીને જીવ આપી દીધો હતો. આ ઘટનાનો વીડિયો એટલો શોકિંગ છે કે, કર્મચારીનુ શરીર બે ટુકડામાં વહેંચાઈ ગયુ હતું. બે ટુકડામાં વહેંચાયેલા શરીરમાં પણ તેણે 10 મિનિટ સુધી વાત કરી હતી. ત્યાર બાદ ત્યા જ જીવ છોડ્યો હતો. દર્દના કારણે તેને ઉંહકારો પણ કર્યો ન હતો. ફક્ત આંખમાંથી આંસુ નીકળતા હતા. 10 મિનિટ પછી ધીમે-ધીમે તેની આંખો બંધ થઈ ગઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેહપુરના ભટ્ટપુરવામાં 33 વર્ષીય રમેશ કુમાર યાદવ નામનો શખ્સ રહે છે. જે રેલવે સ્ટેશન પર ટ્રેક મેનનો કામ કરતો હતો. મંગળવારના રોજ રમેશ કુમારના સાળાની તિલકની વિધિ હતી અને 19 ફેબ્રુઆરીએ લગ્ન હતા. લગ્નમાં જવા માટે રમેશે પોતાના ઈન્ચાર્જ સીકે તિવારી પાસે રજા માંગી હતી. પરંતુ તેને રજા આપવામાં આવી ન હતી. આ કારણે તે ટેન્શનમા હતો. જેને કારણે તેણે સોમવારે મોટુ પગલુ ભર્યુ હતું.
રમેશ કુમારે સોમવારે પનકી સ્ટેશન પર ટ્રેનની સામે કૂદીને જીવ આપી દીધો હતો. કહેવાય છે કે, સોમવારે બપોરે તેની ડ્યુટી પનકી સ્ટેશન પર ગુડ્સ લાઈન પર હતી. આ દરમિયાન માલગાડી ટ્રેન પસાર થઈ તો રમેશ કુમાર પાટા પર સૂઈ ગયો હતો. તેનુ શરીર બે ભાગમાં કપાઈ ગયુ હતુ. આસપાસ કામ કરતા કર્મચારીઓ ત્યા પહોંચ્યા તો તેમણે જોયુ કે રમેશ જીવતો હતો અને તેના શ્વાસ ચાલી રહ્યા હતા. ત્યારે કેટલાક કર્મચારીઓએ તેનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં રમેશે પોતાનુ નિવેદન આપ્યુ હતું.
રમેશે વીડિયોમાં કહ્યુ હતું કે, સાળાના લગ્નમાં રજા ન મળવાને કારણે તે પરેશાન છે. આ ઘટના બાદ લોકોની ભીડ એકઠી થઈ હતી. ઘટનાના દસ મિનિટ બાદ રમેશ કુમારે જીવ આપ્યો હતો. દર્દના કારણે તેને ઉંહકારો પણ કર્યો ન હતો. ફક્ત આંખમાંથી આંસુ નીકળતા હતા. 10 મિનિટ પછી ધીમે-ધીમે તેની આંખો બંધ થઈ ગઈ.
વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો હતો. સ્યૂસાઈડની ઘટના બાદ જીઆરપી પોલીસે ટ્રેકમેનનુ શવ કબજામાં લીધુ હતુ. ઘટનાની જાણકારી પરિવારને આપી દેવાઈ હતી. જેને કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ માટે પ્રયાગરાજ મંડળના ડીઆરએમ મોહિત ચંદ્રાએ ચાર સદસ્યોની કમિટીનુ ગઠન કરીને ત્રણ દિવસમા રિપોર્ટ માંગ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે