સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કેસમાં મોટા અપડેટ : સૂર્યોદય પહેલા 27 પથ્થરબાજોની અટકાયત
Surat Stone Pelting On Ganpati Pandal : સુરતના સૈયદપુરામાં મચ્યું તાંડવ... વિધર્મીઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા ભભુકી ઉઠ્યો લોકોનો રોષ... આક્રોશિત લોકોએ કરી તોડફોડ અને વાહનોમાં આગચંપી.. તો પોલીસે રાત્રી દરમિયાન જ કરી 27 પથ્થરબાજોથી અટકાયત...
Trending Photos
Surat News : સુરતમાં ગણેશોત્સવ દરમિયાન કાંકરીચાળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો..સુરતમાં ગણેશજીના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવતા માહોલ તંગ બન્યો છે. સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થતાં બબાલ થઈ..જે બાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા..ઘટનાની જાણ થતા ધારાસભ્ય કાંતિ બલ્લર અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે દોડી આવ્યા.
રોષે ભરાયેલા લોકોએ પોલીસ અને ધારાસભ્ય પર પથ્થરમારો કર્યો. વિધર્મી તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની ગણેશ ભક્તો માંગ કરી રહ્યા છે. ગણેશપંડાલ પર પથ્થરમારો થતાં હિંદુ યુવકો રસ્તા પર ઉતર્યા હતા. તો લોકોના ટોળાએ સૈયદપુરામાં વાહનોને આગચંપી કરતાં તંગદિલી વધી હતી. સુરતના લાલગેટ વિસ્તારમાં વિધર્મી યુવકોએ પથ્થમારો કર્યો. એટલું જ નહીં ગણેશ મહોત્સવના બીજા દિવસે હિન્દુઓની આસ્થા પર હુમલો થયો છે. એક તરફ વડોદરામાં ગણેશ મૂર્તિને ખંડિત કરી તો સુરતમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા અનેતોફાનીઓને પકડીને જેલભેગા કરવાની સૂચના આપી. આખી રાત કવાયત હાથ ધરીને સવાર સુધીમાં 27 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. સાંસદ મુકેશ દલાલે પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
સુરત પથ્થરમારાની ઘટના પર ગૃહ રાજ્યમંત્રીએ પોસ્ટ કરી હતી. તેમણે સુરત પોલીસે રાતભર કરેલી કામગીરીની માહિતી આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેં જે વચન આપ્યુ હતુ તે પ્રમાણે સૂર્યાદય પહેલા તમામ પથ્થરબાજોને પકડી લેવામા આવ્યા છે. કુલ 27 પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. પથ્થરબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનાર લોકોને આઇડેન્ટિફાઇ કરી રાઉન્ડ અપ કરાયા #breakingnews #gujarat #surat #ZEE24KALAK pic.twitter.com/qaMfzXnVTG
— Zee 24 Kalak (@Zee24Kalak) September 8, 2024
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. તેના બાદ પગપાળા સૈયદ પુરા ચોકી પાસે પહોંચ્યા હતા. હર્ષ સઘવીએ નિવેદનમાં જણાવ્યું કે, કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહિ. 20 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આ રીતની પ્રવૃત્તિ નહિ ચલાવાય. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. લોખંડના તાળા પણ તૂટશે. આરોપીઓને બહાર પણ કાઢવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે