SURAT : ટોળાએ મહિલાના ઘરે હુમલો કરી લૂંટ ચલાવી, આતંકની ઘટના CCTV માં કેદ

શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક મહિલાનાં ઘરે ટોળા દ્વારા હુમલો કરીને લૂંટ કરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસે મહિલાની ફરિયાદ દાખલ કરીને પોલીસ કમિશ્નર પાસે ન્યાય માટે દોડી હતી. ભેસ્તાન ખાતે રહેતા આ પરિવારનાં ઘરે દીકરીનાં નિકાહ ટૂંક સમયમાં થવાનાં હોવાથી દીકરીનાં કરિયાવર સહિત તમામ ભેગો કરી લીધ હતો. મહિલાના ઘરે અસામાજિક તત્વોએ ઘરે પહોંચીને હુમલો કરીને ઘરમાં તોડફોડ કરીને 52000 રૂપિયાની લૂંટ ચલાવી હતી.
SURAT : ટોળાએ મહિલાના ઘરે હુમલો કરી લૂંટ ચલાવી, આતંકની ઘટના CCTV માં કેદ

સુરત : શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક મહિલાનાં ઘરે ટોળા દ્વારા હુમલો કરીને લૂંટ કરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસે મહિલાની ફરિયાદ દાખલ કરીને પોલીસ કમિશ્નર પાસે ન્યાય માટે દોડી હતી. ભેસ્તાન ખાતે રહેતા આ પરિવારનાં ઘરે દીકરીનાં નિકાહ ટૂંક સમયમાં થવાનાં હોવાથી દીકરીનાં કરિયાવર સહિત તમામ ભેગો કરી લીધ હતો. મહિલાના ઘરે અસામાજિક તત્વોએ ઘરે પહોંચીને હુમલો કરીને ઘરમાં તોડફોડ કરીને 52000 રૂપિયાની લૂંટ ચલાવી હતી.

બનાવની વિગતો અનુસાર સુરતનાં છેવાડાના ભેસ્તાન ખાતે પોતાનાં ભાઇને મારીને રેલવે પટરી પર ફેંકી દીધો હોવાની શક્યતાનાં આધારે મૃતકનાં ત્રણ ભાઇઓ લાકડી, તલવાર લઇને ભેસ્તાન ખાતે રહેતા સાહેબે લાલન ઘરે પહોંચી ગયા હતા. ઘરમાં તોડફોડ કરીને 52 હજાર રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. 

ફરિયાદીએ વધારેમાં જણાવ્યું કે, તેમની દીકરી તરનુમના લગ્ન હોય જેથી તેના માટે ફ્રીજ, એસી, વોશિંગ મશીન, સીલાઇ મશીન, કબાટ, પલંટ, સોફાસેઠ અને ઘરવખરીનો સામાન ખરીદ્યો હતો તેમાં તોડફોડ કરીને બિભત્સ ગાળો ભાંડી હતી. દીકરી સાયમાને પણ લાકડીના ફટકા માર માર્યો હતો. સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news