ખરેખર આ તો કમાલ કરી દીધી! સુરતના દંપતીએ આ રીતે હાઈજેનિક અને ઓર્ગેનિક ફ્રુટ-શાકભાજી ઉગાડ્યા
આજના આધુનિક યુગમાં યુવા વર્ગ સોશિયલ મીડિયા તેમજ પૈસા કમાવાની દોડમાં લાગી ગયા છે જોકે સુરતમાં રહેતું એકદમ પતિ એવું પણ છે જેઓ પોતાના સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે પોતાના જ ઘરમાં ટેરેસ ગાર્ડન બનાવ્યું છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: હાલ યુવા વર્ગ સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. જોકે સુરતમાં એક એવું દંપતી છે જેમને સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે પોતાના જ ટેરેસ પર ગાર્ડન બનાવ્યો છે. આ ટેરેસ ગાર્ડનમાં અલગ અલગ હાઈજેનિક અને ઓર્ગેનિક ફ્રુટ અને શાકભાજી ઉગાડ્યા છે. આ ફ્રુટ અને શાકભાજીનો રોજિંદા જીવનમાં ખાવામાં ઉપયોગ પણ કરે છે.
આજના આધુનિક યુગમાં યુવા વર્ગ સોશિયલ મીડિયા તેમજ પૈસા કમાવાની દોડમાં લાગી ગયા છે જોકે સુરતમાં રહેતું એકદમ પતિ એવું પણ છે જેઓ પોતાના સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે પોતાના જ ઘરમાં ટેરેસ ગાર્ડન બનાવ્યું છે આ ટેરેસ ગાર્ડન એટલું સુંદર છે કે જોતા જ લોકોને ગમી જાય અને પોતાના જ ઘરમાં આ રીતે ટેરેસ ગાર્ડન ઊભું કરવાનો એક વખત વિચાર પણ આવી જાય.
જી હા... સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અંકિતા બુટવાલા આમ તો ઓનલાઇન બિઝનેસ કરે છે અને તેમનો દીકરો અભ્યાસ અર્થે બહાર ગયો ગયો છે. તેમના પતિ નિલેશભાઈ નો પણ ટુરીઝમનો બિઝનેસ છે. આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર પોતે રહેતા હોય અને તેનાથી દૂર રહે તે માટે તેમને બે વર્ષ અગાઉ તેરસ ગાર્ડનનો વિચાર આવ્યો હતો.
તેમને પોતાના પતિ સાથે મળીને પોતાના જ ઘરની ટેરેસ ઉપર ઓર્ગેનિક અને હારજેનિક ફ્રુટ્સ તેમજ શાકભાજી ઉઘાડ્યા છે જેમાં ટામેટા, અલગ અલગ પ્રકારના ભીંડા, અલગ અલગ પ્રકારના રેંગણ, કેળા, બ્રોકલી, વિવિધ સલાડમાં ઉપયોગમાં આવતા પાંદડાઓ, દાડમ, ફુલેવર સહિતના ફળ ફ્રુટ અને શાકભાજી ઉગાડ્યા છે.
અંકિતાબેનના પતિ નિલેશભાઈ સ્વાસ્થ્ય જાગૃત છે. જેથી તેઓ આ તમામ ફળફ્રુટ તેમજ શાકભાજીનો સલાડ તરીકે પણ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે. દંપતી તેમના રોજિંદા જીવનમાંથી સમય કાઢીને આ ઓર્ગેનિક અને હાઈજેનિક ફળ ફ્રુટ અને શાકભાજીની સંભાળ રાખે છે. કેટલાક એવા બિયારણનો પણ એવા છે જે તેઓએ વિદેશથી મંગાવ્યા છે. પોતાના દીકરાની જેમ જ તેઓ આ ટેરેસ ગાર્ડનની સંભાળ રાખે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે