SURAT કોર્પોરેશને નાનકડો ખર્ચ કરીને આજે કરોડો રૂપિયાની બચત કરી, એક વર્ષમાં 64 કરોડ રૂપિયા બચાવ્યા

રિન્યૂએબલ એનર્જી થકી પાલિકાની 11 પ્રોપર્ટીનું વીજ ઉત્પાદન વપરાશમાં ઘટાડો કરવા 50%થી વધુ સફળતા મળી છે. સુરત પાલિકાના વિવિધ વિભાગો અને ઝોન ઓફિસ મળી 60 કચેરીઓમાં સોલાર પેનલથી વીજ ઉત્પાદનમાં પાલિકાએ અંદાજે 64 કરોડોનો નફો કર્યો છે. રિન્યુઅલ એનર્જી તરફ જવું ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. વીજળીનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેને જોતા આવનાર દિવસોમાં હજી પણ વીજ ઉત્પાદન કરવાની ફરજ પડે તેમ છે. જ્યારે તેના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને આગળ વધવાનો સમય છે. પાલિકા વીજળીની બચત સાથે વીજખર્ચમાં ઘટાડો કરવા કમર કસી રહી છે. વાર્ષિક ધોરણે થઇ રહેલો રૂપિયા 200 કરોડનો વીજખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે માટે સતત મથામણ ચાલી રહી છે. તેવામાં પાલિકાએ 64 કરોડ બચાવ્યા છે. 

SURAT કોર્પોરેશને નાનકડો ખર્ચ કરીને આજે કરોડો રૂપિયાની બચત કરી, એક વર્ષમાં 64 કરોડ રૂપિયા બચાવ્યા

સુરત : રિન્યૂએબલ એનર્જી થકી પાલિકાની 11 પ્રોપર્ટીનું વીજ ઉત્પાદન વપરાશમાં ઘટાડો કરવા 50%થી વધુ સફળતા મળી છે. સુરત પાલિકાના વિવિધ વિભાગો અને ઝોન ઓફિસ મળી 60 કચેરીઓમાં સોલાર પેનલથી વીજ ઉત્પાદનમાં પાલિકાએ અંદાજે 64 કરોડોનો નફો કર્યો છે. રિન્યુઅલ એનર્જી તરફ જવું ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. વીજળીનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેને જોતા આવનાર દિવસોમાં હજી પણ વીજ ઉત્પાદન કરવાની ફરજ પડે તેમ છે. જ્યારે તેના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને આગળ વધવાનો સમય છે. પાલિકા વીજળીની બચત સાથે વીજખર્ચમાં ઘટાડો કરવા કમર કસી રહી છે. વાર્ષિક ધોરણે થઇ રહેલો રૂપિયા 200 કરોડનો વીજખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે માટે સતત મથામણ ચાલી રહી છે. તેવામાં પાલિકાએ 64 કરોડ બચાવ્યા છે. 

પાલિકાએ રિન્યુએબલ એનર્જીના અંતર્ગત જે પ્રોજેક્ટોને આવરી લીધા છે. તેમાં સૌથી વધુ સફળતા સુએઝ પમ્પિંગ સ્ટેશનમાં લગાવાયેલી સોલાર પેનલ અને વિન્ડ પાવર હાઇબ્રિડથી મળી રહી છે. રાંદેર, વરાછા, ઉધના અને ઉમરા નોર્થ સુએઝ પમ્પિંગ સ્ટેશન પાલિકાને સૌથી વધુ વીજળી જનરેટ કરી આપતું સ્ટેશન બની ચૂક્યું છે. આ પ્રયોગથી પાલિકાને સોલાર અને વિન્ડ પાવરથી પાલિકા સૌથી વધુ વીજળી જનરેટ કરવાનો પ્રયોગ સફળ રહ્યો છે. રિન્યુએબલ વીજઉત્પાદન કરવામાં પાલિકાને તબક્કાવાર સફળતા મળી રહી છે. 

સોલાર અને વિન્ડ પાવરથી પાલિકા વપરાશના 35 ટકા ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી રહી છે. પાલિકા કચેરી દ્વારા ઝોન ઓફિસ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ પમ્પિંગ સ્ટેશન, પાણીની ટાંકીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, સ્મીમેર હોસ્પિટલ,પાલિકાની મુખ્ય કચેરીએ સોલાર પ્લાન્ટ તથા કેટલાક સ્થળોએ વિન્ડ પાવરના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. 60 પૈકી 11 ઇમારતોના પ્રોજેક્ટમાં કરવામાં આવેલો પ્રયોગ સૌથી વધુ પુરવાર સાબિત થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news