સુરત: શહેરમાંથી મહારાષ્ટ્ર પાસિંગની કાર સાથે બાળકો ચોરી કરતી ગેંગની ધરપકડ

શહેરમાંથી પોલીસે બાળકોને ઉઠાવી જતી ગેંગની ધરપકડ કરી છે. સુરતની નવી સિવિલ ખાતેથી ખટોદરા પોલીસે બે મહિલા અને એક પરુષની અટકાયત કરી છે. બાળકના પિતાને ખ્યાલ આવી જતા સમગ્ર મામલો પોલીસને જાણ કર્યો હતો. પોલીસે ત્રણની અટકાયત કરીને મુદ્દામાલ કબ્જે કર્યો છે. 
 

સુરત: શહેરમાંથી મહારાષ્ટ્ર પાસિંગની કાર સાથે બાળકો ચોરી કરતી ગેંગની ધરપકડ

તેજશ મોદી/ સુરત: શહેરમાંથી પોલીસે બાળકોને ઉઠાવી જતી ગેંગની ધરપકડ કરી છે. સુરતની નવી સિવિલ ખાતેથી ખટોદરા પોલીસે બે મહિલા અને એક પરુષની અટકાયત કરી છે. બાળકના પિતાને ખ્યાલ આવી જતા સમગ્ર મામલો પોલીસને જાણ કર્યો હતો. પોલીસે ત્રણની અટકાયત કરીને મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

બાળકો ચોરતી ગેંગ પાસેથી પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની એક કાર જપ્ત કરી છે. કારમાંથી પોલીસે તપાસ કરતા નાના બાળકોના કપડા સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. મહત્વનું છે, કે થોડા દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને ઉઠાવી જવાની ઘટના સામે હતી.

લોકસભા ચૂંટણી 2019: મોદી વિશ્વ ઉમિયા ધામમાં આવીને પાટીદાર વોટબેંક કબ્જે કરશે

સુરત સહિત સમગ્ર રાજ્યમાં નાના બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય હોવાનું સામે આવ્યું છે. શહેરના નવી સિવિલ વિસ્તારમાંથી 25 દિવસ પહેલા પણ એક બાળકીની ચોરી થઇ હતી. ત્યારે પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરતા આ અંગે મોટી ગેંગ હોવાનું પણ સામે આવી શકે છે. અને આના તાર મુંબઇ સાથે પણ જોડાયેલા હોઇ શકે છે. ખટોદરા પોલીસ દ્વારાએ તપાસ કરવામાં આવી રહી છે, કે ચોરી કરાયેલા બાળકોને ક્યાં લઇ જવામાં આવે છે. અને તેમનું શું કરવામાં આવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news