જો આજે ભારત પાસે રાફેલ હોત તો પરિણામો કંઇક અલગ જ હોત: વડાપ્રધાન મોદી

વડાપ્રધાને રાજનીતિક દળોને તેમની રાજનીતિક ફાયદા માટે દેશને નબળો નહી પાડવા માટેની અપીલ કરી

જો આજે ભારત પાસે રાફેલ હોત તો પરિણામો કંઇક અલગ જ હોત: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, જો રાફેલ પહેલા આવી ગયું હોત તો પાકિસ્તાન પર હૂમલાના પરિણામ કંઇક અલગ હોત. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાફેલ પર સ્વાર્થનીતિક કરતા કરતા લોકો રાજનીતિ કરવા લાગ્યા. તેમણે ખ્યાલ રાખવો જોઇએ કે મોદી વિરોધની જીદમાં મસુદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકવાદનું પાલન કરનારા લોકોને સહારો ન મળે. 

પાકિસ્તાનનાં બાલકોટમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનની તાલીમ શિબિર પર હવાઇ હુમલા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત વિરુદ્ધ આંગળી ઉઠાવવાની કોઇમાં હિમ્મત નથી અને નવી નીતિઓ અને પરંપરાઓને લાવવામાં આવી રહી છે. અહીં એક કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે, આજે સમગ્ર દેશ એક સ્વરમાં કહી રહ્યો છે કે જો રાફેલ હોત તો પરિણામ ચોક્કસ કંઇક અલગ જ હોત. 

કોંગ્રેસની એનડીએ સરકાર પર રાફેલ ફાઇટર વિમાન ખરીદવામાં લાલીયાવાડીનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, પહેલા સ્વાર્થની રાજનીતિના કારણે અને ત્યાર બાદ વિરોધી રાજનીતિના કારણે દેશને ઘણુ મોટુ નુકસાન થયું છે. 
કંગાળ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનની પિસ્ટલ, મેપ અને સર્વાઇવલ કિટ પરત ન કરી
આ લોકો મોદીનો વિરોધ કરતા કરતા દેશનો વિરોધ કરવા લાગ્યા
વિપક્ષ પર આકરો શાબ્દિક પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, આ લોકો મોદીનો વિરોધ કરતા કરતા દેશનો વિરોધ કરવા લાગ્યા. જ્યારે સમગ્ર વિશ્વ આતંકવાદની લડાઇ વિરુદ્ધ અમારી સાથે ઉભા છે તો કેટલાક દળો અને તેના નેતાઓ સેનાના પરાક્રમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ લોકોના લેખ, નિવેદનોને પાકિસ્તાનનાં પુરાવાની જેમ રજુ કરી રહ્યા છે. આ લોકો મોદીના વિરોધમાં એટલા નીચે ઉતરી ગયા કે દેશનો વિરોધ કરવા લાગ્યા છે. 
વડાપ્રધાને રાજનીતિક દળોને તેમનાં રાજનીતિક ફાયદા માટે દેશને નબળો નહી પાડવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, તેમની સરકારની કાર્યવાહીએ દેશની અંદર તથા બહારના દુશ્મનોમાં ડર પેદા કર્યો છે. 

જ્યારે દુશ્મનોમાં ભારતના પરાક્રમનો ડર હોય, તો ડર સારો છે
વડાપ્રધાને કહ્યું કે, ભારતીયોની એકતાએ જ સમગ્ર દેશની અંદર અને બહારનાં વિરોધી લોકોમાં ડર પેદા કર્યો છે. હું કહીશ કે આ ડર સારો છે. હવે ભાગેડુઓને તેમની સંપત્તી જપ્ત થવાનો ડર છે તો આ ડર સારો છે. જ્યારે દુશ્મનોમાં ભારતનાં પરાક્રમનો ડર છે તો આ ડર સારો છે. જ્યારે આતંકવાદીઓનાં વડાઓમાં સૈનિકોનાં શોર્યનો ડર છે, તો તે સારો છે. જ્યારે મામા (કથિત અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડનો વચેટિયો ક્રિશ્ચિયન મિશેલ)નાં બોલવાથી મોટા મોટા પરિવારોમાં ખોફનો માહોલ છે, તો આ ડર સારો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news