વેપારીઓ અને ચેમ્બરના સભ્યો વચ્ચે તૂં તૂં મેં મેં, મીટીંગમાં માર્કેટ નહિ ખોલવા કરાયું હતું સૂચન
પોલીસ કમિશ્નર કચેરી (Police Commissioner Office) બહાર ટેક્સટાઇલ ફેડરેશન ઓફ ટ્રેડર્સ એસોસિએશન અને સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો વચ્ચે તૂં તૂં મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.
Trending Photos
ચેતન પટેલ, સુરત: પોલીસ કમિશ્નર કચેરી (Police Commissioner Office) બહાર ટેક્સટાઇલ ફેડરેશન ઓફ ટ્રેડર્સ એસોસિએશન અને સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો વચ્ચે તૂં તૂં મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા. સુરત (Surat) માં કોરોના (Coronavirus) ની પરિસ્થિતિ વચ્ચે ટેક્સટાઈલ (Textile) ની જુદા જુદા પાંખને કેવી રીતે બંધનું પાલન કરવાનું છે. આ અંગે, પોલીસ કમિશ્નર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. ટેક્સટાઇલ માર્કેટને શરૂ રાખવા ચેમ્બર પ્રમુખે સલાહ આપી હતી. ચેમ્બરની સલાહથી વેપારીઓ ગુસ્સે ભરાયા હતા. આથી, પોલીસ કમિશ્નર કચેરી બહાર જ એકબીજા સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.
તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા નિર્ણય
28 એપ્રિલથી 5 મે સુધી ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટા દ્વારા કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે પોલીસ કમિશ્નરના આદેશ બાદ શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા નિર્ણય કરાયો હતો. આજે બુધવારે આ મુદ્દત પૂર્ણ થવા જઈ રહી છે.
ત્યારે, આગળની રણનિતી શું હશે તે અંગે ચેમ્બર ઓફ કોમર્સ અને માર્કેટ સાથે સંકળાયેલા અન્ય એસોસિએશન સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. જેમાં, ફોસ્ટાના પદાધિકારીઓ હાજર નહોતા પરંતુ, ચેમ્બર અને અન્ય એસોસીએશનના પ્રતિનિધિ પહોંચે તે પહેલા જ ફોસ્ટાના આગેવાનો પોલીસ કમિશ્નર કચેરી પહોંચી ગયા હતા.
વેપારીઓ અને ચેમ્બરના સભ્યો વચ્ચે તૂં તૂં મેં મેં
સુરત (Surat) પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા ચેમ્બર અને અન્ય કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પાંખના લોકો બેન્કિંગ કામ કરી શકે તે માટે માત્ર 2 કલાક માર્કેટ શરૂ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે, બીજીબાજુ ચેમ્બર ઓફ કોમર્સ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી માર્કેટ ખોલી રાખવા માટે સલાહ આપી રહી છે.
આ સલાહને લઈ ફોસ્ટાના પદાધિકારીઓ રોષે ભરાયા હતા. પોલીસ કમિશ્નર કચેરી ખાતે બેઠક પૂર્ણ થતાં જ તમામ વેપારીઓ અને ચેમ્બરના સભ્યો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ફોસ્ટાની જગ્યાએ અન્ય સંગઠનોના પ્રતિનીધીઓ જ્યારે પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા ત્યારે, ફોસ્ટાના સભ્યો રોષે ભરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે