સુરતઃ શહેરના કેબલ બ્રીજ પર ડાન્સ કરતી એક મહિલાનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયામાં અત્યાર સુધી 10 લાખ કરતા વધુ લોકોએ આ વીડિયો જોયો છે.
Trending Photos
સુરતઃ શહેરની એક મહિલાનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા કેબલ બ્રીજ પર ડાન્સ કરી રહી છે. વીડિયો કડવા ચોથની રાત્રીનો છે. આ મહિલાના પતિએ જ વીડિયો શૂટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર 10 લાખ કરતા વધુ વખત આ વીડિયો જોવાઈ ગયો છે. વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ આ મહિલા ખૂબ ફેમસ થઈ ગઈ છે.
આ વીડિયો સુરતમાં રહેતી પ્રિયા ગોલાની નામની મહિલાનો છે. તેમના પતિ વિજય ગોલાનીએ કડવા ચોથના દિવસે આ વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં પ્રિયા સુરતમાં આવેલા કેબલ બ્રીજ પર સારી પહેરીને શાનદાર ડાન્સ કરી રહી છે. આ અંગે વાત કરતા પ્રિયાના પતિ વિજય ગોલાનીએ કહ્યું કે, પ્રિયાને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. તેને વીડિયો બનાવવાનો ખૂબ શોખ છે. જેથી અમે કડવા ચોથના દિવસે ફરવા જતા હતા આ દરમિયાન કેબલ બ્રીજ પરથી પસાર થયા હતા. તો પ્રિયાએ કહ્યું કે, મારે અહીં ડાન્સ કરવો છે, તો તેણે ડાન્સ કર્યો અને મેં તે વીડિયો શૂટ કર્યો હતો. હાલ તો પ્રિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રિયાએ કહ્યું કે, મને પણ ખ્યાલ ન હતો કે આ વીડિયો આટલો ફેમશ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે