સુરતના આર્યુવેદિક અને હોમિયોપેથીક ડૉક્ટર્સનો દાવો, મ્યુકોરમાઈકોસીસના દર્દીને એલોપેથી વગર કર્યા સાજા

સુરતમાં ચાલતા એક કોવિડ કેર સેન્ટર (Covid Care Centert) માં બ્લેક ફંગસ (Black Fungus) થી સંક્રમિત મહિલા દર્દીને કોઈ સર્જરી કે ઈન્જેક્શન આપ્યા વગર માત્ર આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથીક (Homoeopathic) દવાઓના સહારે સ્વસ્થ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

સુરતના આર્યુવેદિક અને હોમિયોપેથીક ડૉક્ટર્સનો દાવો, મ્યુકોરમાઈકોસીસના દર્દીને એલોપેથી વગર કર્યા સાજા

ચેતન પટેલ, સુરત: બાબા રામદેવ (Baba Ramdev) દ્વારા એલોપેથીને લઈને કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ દેશભરના ડૉક્ટર્સ (Doctors) તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરત (Surat) માં ચાલતા એક કોવિડ કેર સેન્ટરમાં બ્લેક ફંગસ (Black Fungus) થી સંક્રમિત મહિલા દર્દીને કોઈ સર્જરી કે ઈન્જેક્શન આપ્યા વગર માત્ર આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથીક (Homoeopathic) દવાઓના સહારે સ્વસ્થ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

બાબા રામદેવ દ્વારા એલોપેથીને લઈને કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ દેશભરના ડૉક્ટર્સ તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં ચાલતા એક કોવિડ કેર સેન્ટર (Covid Care Centert) માં બ્લેક ફંગસ (Black Fungus) થી સંક્રમિત મહિલા દર્દીને કોઈ સર્જરી કે ઈન્જેક્શન આપ્યા વગર માત્ર આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથીક (Homoeopathic) દવાઓના સહારે સ્વસ્થ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસ (Coronavirus) ની સારવારને લઈ દેશભરમાં એલોપેથી (Allopathy) અને આયુર્વેદિક પદ્ધતિને લઈને વિવાદ ચર્ચા ચાલી રહી છે. ત્યારે સુરતમાં મ્યુકોરમાઇકોસીસથી પીડિત 63 વર્ષીય કુંવરબેને હોમીયોપેથી (Homoeopathic) અને આયુર્વેદિક (Ayurvedic) દવાથી આ રોગને મ્હાત આપી હોવાનો દાવો ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવ્યો છે. તેમનો ઉપચાર કોઈ હોસ્પિટલમાં નહીં, પરંતુ કોરોના આઇસોલેશન સેન્ટરમાં સર્જરી તેમજ કોઈપણ પ્રકારના ઇન્જેકશનનો કોર્સ કર્યા વગર આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથીક (Homoeopathic) દવાથી કરાયો હોવાનો દાવો ડોક્ટર્સ કરી રહ્યા છે.

કુંવર બેનના ભત્રીજા પિયુષ મોવલિયાએ જણાવ્યું હતું કે, તેઓ કોરોનાથી સાજા થયા બાદ રિપોર્ટમાં મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) આવ્યો હતો. પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, 15 લાખથી વધુ ખર્ચ આવશે અને ઉંમરને કારણે બચવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ત્યારબાદ તેમને આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

જ્યાં આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથીના ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. પિયુષભાઈના જણાવ્યા પ્રમાણે મોટી મમ્મીને મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) ના કારણે પેરાલીસીસ એટેક પણ આવ્યો હતો. જોકે, આયુર્વેદિક (Ayurvedic) અને હોમીઓપેથીક દવાના કારણે કોઈ સર્જરી અને ઇન્જેક્શનની જરૂરિયાત પડી નહોતી અને તેઓ સાજા થઇ ગયા હતા. હાલ તેમના શરીરના અંગો પણ કામ કરી રહ્યા છે.

સર્જરી કે ઇન્જેક્શન કોર્સ કરવામાં આવ્યો નહોતો
કુંવરબેન આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથિક દવાઓથી સાજા થયા હોવાનો દાવો ડોક્ટરો અને પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે, તેમને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નહોતા અને તેમની સર્જરી કે ઇન્જેક્શન કોર્સ કરવામાં આવ્યો નહોતો. તેમને કોવિડના આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમની સારવાર ચાલી હતી.

મેહુલના ગીત સંગીતના લાઈવ પર્ફોમન્સ સાથે દર્દીઓ મિલાવે છે સુર, તાળીઓના તાલે ભૂલ્યા તેમનું દર્દ
 
કાપોદ્રામાં સાગર આઇસોલેશન સેન્ટર ચલાવનારા મિલન ચૌહાણે જણાવ્યું હતું કે, તેમના આઇસોલેશન સેન્ટરમાં 3 થી 4 મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) ના કેસ આવ્યા હતા. તમામને આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથીક સારવાર આપવામાં આવી હતી. જરૂર લાગે તો જ એલોપેથીની સારવાર અપાઈ છે, પરંતુ કોઈની પણ સર્જરી કે ઇન્જેકશન આપવાની જરૂરિયાત પડી નહોતી અને તેઓ સાજા થઈ ગયા છે.

આયુર્વેદમાં આ રોગ અંગે કોઈ પણ ઉલ્લેખ નથી
કુંવરબેનનો આયુર્વેદિક ઉપચાર કરનાર ડોક્ટર રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, તેઓ હાલ સુરતમાં 50થી વધુ મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જે લોકો મોંઘી સારવાર નથી કરાવી શકતા તેઓ આયુર્વેદ તરફ આવી રહ્યા છે. જોકે, આયુર્વેદમાં આ રોગ અંગે કોઈ પણ ઉલ્લેખ નથી. પરંતુ આ રોગના લક્ષણોનો ઉલ્લેખ જરૂરથી કરવામાં આવ્યો છે. 

આયુર્વેદ ((Ayurved) માં તેને કૃમિ ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નાક વાટે દવા આપવામાં આવે છે. જેથી તે જ પ્રમાણે સારવાર કરી રહ્યા છે. બે થી ત્રણ ઔષધિને નાકના માધ્યમથી કુંવરબેનના મસ્તિષ્ક સુધી નાક વાટે પહોંચાડવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news