રૂમના કબાટ ઉપર નોટ ચિપકાવી રીક્ષાચાલકનું Suicide, નવા ટ્રાફિકના નિયમોને મોત માટે જવાબદાર ગણાવ્યાં

સુરત (Surat) માં આત્મહત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આપઘાત કરનાર રીક્ષાચાલકે ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) ને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા છે. એટલું જ નહિ, આ કારણોથી ગરીબીમાં આવી ગયેલા રીક્ષાચાલકે પોતાની રિક્ષા વેચી અંતિમ ક્રિયા કરવા પરિવારને સ્યૂસાઈડ નોટમાં અપીલ કરી છે. 
રૂમના કબાટ ઉપર નોટ ચિપકાવી રીક્ષાચાલકનું Suicide, નવા ટ્રાફિકના નિયમોને મોત માટે જવાબદાર ગણાવ્યાં

ચેતન પટેલ/સુરત :સુરત (Surat) માં આત્મહત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આપઘાત કરનાર રીક્ષાચાલકે ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) ને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા છે. એટલું જ નહિ, આ કારણોથી ગરીબીમાં આવી ગયેલા રીક્ષાચાલકે પોતાની રિક્ષા વેચી અંતિમ ક્રિયા કરવા પરિવારને સ્યૂસાઈડ નોટમાં અપીલ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના 65 વર્ષીય સરફરાઝ શેખ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા. અઠવા લાઈન્સ વિસ્તારમાં રહેતા આ વૃદ્ધ ટ્રાફિક વિભાગ દ્વારા મોકલાતા મેમોથી કંટાળ્યા હતા. ત્યારે મેમોથી કંટાળેલા સરફરાઝે આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો હતો, અને આત્મહત્યા પહેલા એક ચિઠ્ઠી લખી હતી. રૂમના કબાટ ઉપર સ્યુસાઇડ નોટ ચિપકાવી ગળે ફાંસો ખાધો હતો. સ્યુસાઇડ નોટમાં પીએમ નરેન્દ્ર મોદીને અને નવા કાયદાઓને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. આમ, નવા ટ્રાફિક નિયમોથી ત્રાસીને રિક્ષા ચાલકે ગળેફાંસો ખાધો છે. 

સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું...
કમિશનર સાહેબ મારી આત્મહત્યાનું કારણ મારા ઘરવાળા નથી સરકાર છે. હું એક રિક્ષાવાળો છું અને રિક્ષા ચલાવી મારો સંસાર ચલાવું છું. અત્યારે મોદી સાહેબે ખરાબ કાયદા બહાર પાડી દીધા હોવાથી બધા રિક્ષાવાળા હેરાન થઈ ગયા છે, કારણ કે સુરત પોલીસ એકવાર રોકે એટલે 500 દંડ છે.રિક્ષાવાળો 5, 10 રૂપિયા ભેગા કરી સંસાર ચલાવતા હોય તેમાં 500નો દંડ મળે તો તેનો સંસાર કેવી રીતે ચાલી શકે. મારા મોત માટે જવાબદાર મોદી અને સરકાર છે. મારી રિક્ષાકોઈનને ભાડે આપવી નહીં અને રિક્ષા વેચી મારી અંતિમ ક્રિયા કરી લેજો.

આમ, ટ્રાફિક પોલીસ 500 રૂપિયા સુધીનો દંડ ફટકારતા હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનો ઉલ્લેખ સરફરાઝે પોતાની સ્યુસાઇડ નોટમાં કરી છે. તેઓએ રિક્ષા વેચી અંતિમ ક્રિયા કરવા પરિવારને અપીલ છે. ત્યારે અઠવાલાઇન્સ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news