Airport Updates : અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તો સુરતમાં 11 ફ્લાઈટ મોડી પડી
અમદાવાદ અને સુરત એરપોર્ટ પર બે અલગ અલગ ફ્લાઈટને અસર જોવા મળી હતી. જેમાં અમદાવાદ એરપોર્ટ પર દૂબઈથી મુંબઈ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું હતું, તો સુરત એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે સુરત દિલ્હીની ફ્લાઈટ મોડી પડી હતી.
Trending Photos
અમદાવાદ :અમદાવાદ અને સુરત એરપોર્ટ પર બે અલગ અલગ ફ્લાઈટને અસર જોવા મળી હતી. જેમાં અમદાવાદ એરપોર્ટ પર દૂબઈથી મુંબઈ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું હતું, તો સુરત એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે સુરત દિલ્હીની ફ્લાઈટ મોડી પડી હતી.
અમદાવાદ એરપોર્ટ
અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની દુબઈથી મુંબઈ જતી ફલાઇટને એકાએક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. એરઇન્ડિયાની ફ્લાઈટ નંબર AI 912ના એન્જિનમાં ખામી સામે આવી હતી. જેને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ બનાવને પગલે મુંબઈ જતી ફ્લાઈટના મુસાફરો અટવાયા હતા. મુસાફરોને આખી રાત એરપોર્ટ પર વિતાવવાની ફરજ પડી હતી. તો બીજી તરફ, મુંબઇના કેટલાક ગુજરાતી પરિવારો પણ આ વિમાનમાં સવાર હતા, જેઓ પણ અટવાયા હતા.
સુરત એરપોર્ટ
સુરત એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે સુરત-દિલ્હીની ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી. વિઝિબિલિટી ઓછી હોવાથી વિમાનના લેન્ડિંગમાં મુશ્કેલી પડી હતી. ઉલ્લેખનીય છે કે, ખરાબ વાતાવરણને કારણે અને એર વિઝીબિલિટી ઓછી હોવાને કારણે ગઈકાલે પણ 11 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી. ત્યારે અન્ય ફ્લાઈટ પણ મોડી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે