SURAT: ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા

શહેર પોલીસ દ્વારા શહેરના સરથાણા વિસ્તારના રાયઝોન પ્લાઝામાં આવેલા સુખરામ જવેલર્સ નામની દુકાનમાં લુંટ તથા ખંડણીના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરનાર આરોપીઓને પીસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો. ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, સાંજના સાતેક વાગ્યાના સુમારે સરથાણા જકાતનાકા પાસેના રાઇઝોન પ્લાઝામાં આવેલી કલ્પેશભાઇ કાનજીભાઇ ધકાણની ‘સુખરામ જવેલર્સ' નામની દુકાનના કાચ ઉપર એક અજાણ્યો ઇસમ જેણે મોઢે માસ્ક પહેરી રાખેલ તેણે પોતાની પાસે રહેલી પિસ્ટલ જેવા હથીયાર વડે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. 
SURAT: ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા

સુરત : શહેર પોલીસ દ્વારા શહેરના સરથાણા વિસ્તારના રાયઝોન પ્લાઝામાં આવેલા સુખરામ જવેલર્સ નામની દુકાનમાં લુંટ તથા ખંડણીના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરનાર આરોપીઓને પીસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો. ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, સાંજના સાતેક વાગ્યાના સુમારે સરથાણા જકાતનાકા પાસેના રાઇઝોન પ્લાઝામાં આવેલી કલ્પેશભાઇ કાનજીભાઇ ધકાણની ‘સુખરામ જવેલર્સ' નામની દુકાનના કાચ ઉપર એક અજાણ્યો ઇસમ જેણે મોઢે માસ્ક પહેરી રાખેલ તેણે પોતાની પાસે રહેલી પિસ્ટલ જેવા હથીયાર વડે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. 

આ બનાવ ગંભીર અને ચકચારીત હોવા ઉપરાંત ગુનામાં ફાયરીંગ કરનાર આરોપીનો ઇરાદો લુંટ કરવાનો, કોઇકને મારી નાખવાનો, અથવા ફાયરીંગ કરી કોઇકનો ડરાવવાનો કે, ધમકાવવાનો પ્લાન હતો? તે અંગેના અનેક તર્કવિતર્ક ઉભા થતા પોલીસ કમિશ્નર દ્વારા ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા ક્રાઇમબ્રાંચને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. ડી.સી.બી.ની અલગ અલગ ટીમોએ બનાવવાળી જગ્યાની વિઝીટ કરી, બનાવથી અવગત થઇ CCTV, ટેક્નીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ સર્વેલન્સથી વર્કઆઉટ કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધરેલ હતા. 

દરમ્યાન ક્રાઇમબ્રાંચની ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે “મિહીર ડોબરીયા નામના ઇસમે તેના સાગરીતો સાથે મળી આ ગુનાને અંજામ આપેલ છે અને આ મિહીર ડોબરીયા આજરોજ ફરીથી કોઇ ગુનાને અંજામ આપવા સારૂ તેના સાગરીતો સાથે લસકાણાામ ખેતલાઆપા ટી સેન્ટરની બાજુમાં ભેગા થનાર છે. આ ચોક્કસ હકીત આધારે પોલીસે વોચ ગોઠવી મિહિર શૈલેષભાઇ ડોબરીયા, દર્શન ભીમાભાઇ રાઠોડ અને જય મગનભાઇ તેજાણીની અટકાયત કરી પૂછપરછ કરી હતી, આરોપીઓ પાસેથી ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલ પિસ્ટલ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. 

આરોપીઓની સઘન અને ઉડાંણપુર્વકની પુછપરછમાં હકીકત સામે આવી હતી કે, આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વોન્ટેડ આરોપી રાહુલ દિનેશભાઈ ગમારા સુરતમાં ફાયાનાન્સનો ધંધો કરતો આવેલ છે. તેને ફાયનાન્સલી તકલીફ હોવાના કારણે તે દુર કરવા સારૂ શોર્ટ કટમાં રૂપિયા કમાવવાના ઈરાદે જવેલર્સની દુકાન ધરાવતા માલીકને ફોન કરી ડરાવી ધમકાવી અથવા દુકાનમાં લુટ કરી રૂપીયા કમાવવાનુ આયોજન કરી પ્લાન ઘડી તેમા પોતાના સાગરીતો મિહિર શૈલેષભાઇ ડોબરીયા, જય મગનભાઇ તેજાણી, દર્શન ભીમાભાઇ રાઠોડ તથા હિતેશ કોળી નાઓને આ યોજનામાં સામેલ કરી હિતેશ કોળીને સુરત શહેર વરાછા, કાપોદ્રા તથા સરથાણા વિસ્તારમાં આવેલ અમર જવેલર્સ, અનાદી જવેલર્સ, નાકરાણી જવેલર્સ, સુખરામ જવેલર્સ તેમજ અન્ય જવેલર્સની દુકાનો ઉપર રેકી કરી હતી.

જેમાં ‘સુખરામ જવેલર્સ’ નામની દુકાન મેઇન રોડ ઉપર અને લુંટ કરી સરળતાથી હાઇવે તરફ નાશી જવાય તેમ હોય આરોપીઓએ ગુનાને અંજામ આપવા સારૂ પ્રથમ ‘સુખરામ જવેલર્સ’ ના માલીકને ફોન કરી ડરાવી ધમકાવી ખંડણી માંગવી અને રૂપિયા નહી આપે તો ત્યાર બાદ તેની દુકાનમાં ફાયરીંગ કરીને લુંટ કરવાનુ નક્કી કરવાનું આયોજન કરી તા.૧૧/૧૧/૨૦૨૧ ના રોજ ગુનાને અંજામ આપવા સારૂ આરોપીઓ મિહિર શૈલેષભાઇ ડોબરીયા, જય મગનભાઇ તેજા, દર્શન ભીમાભાઇ રાઠોડ તથા હિતેશ કોળી નાઓ સરથાણા જકાતનાકા પાસે જઈ ખંડણીનાં રૂપિયા માટે સુખરામ જવેલર્સમાં ફોન કરેલો પરંતુ ફોન રીસીવ ન થતા આરોપીઓએ લુંટના ગુનાને અંજામ આપવા સારૂ મિહીર ડોબરીયાએ પોતાની પાસેની પિસ્ટરલ જેમાં ત્રણ કાર્ટીઝ લોડ કરી દુકાન પાસે જઇ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા ‘સુખરામ જવેલર્સ’માં રહેલ માણસો બહાર આવતા તેમજ નજીક આવેલ પાનના ગલ્લા ઉપર પણ લોકો ભેગા થતા ત્યાથી નાશી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news