SURAT: અઢી વર્ષની બાળકી સાથે નહી કરવાનું કરનાર આરોપીને કોર્ટેમાં દોષીત, કાલે થશે કડકમાં કડક સજા
પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની હિચકારી હત્યા મુદ્દે આજે કોર્ટે આરોપી દોષીત હોવાનો ચુકાદો આપ્યો હતો. જો કે આવતી કાલે સજા ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ગુજરાતમાંથી આ હિચકારૂ કૃત્ય કરનારા નર રાક્ષસને ઝડપી લેવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી. જો કે પાંડેસરા પોલીસે ગુમ થયેલી બાળકીના મૃતદેહને શોધી કાઢ્યો હતો. 7 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આરોપીને પણ ઝડપી લેવાયો હતો.
Trending Photos
સુરત : પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની હિચકારી હત્યા મુદ્દે આજે કોર્ટે આરોપી દોષીત હોવાનો ચુકાદો આપ્યો હતો. જો કે આવતી કાલે સજા ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ગુજરાતમાંથી આ હિચકારૂ કૃત્ય કરનારા નર રાક્ષસને ઝડપી લેવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી. જો કે પાંડેસરા પોલીસે ગુમ થયેલી બાળકીના મૃતદેહને શોધી કાઢ્યો હતો. 7 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આરોપીને પણ ઝડપી લેવાયો હતો.
આજે બંન્ને પક્ષકારોની દલીલો પુર્ણ થઇ હતી. કોર્ટે આરોપીને દોષીત ઠેરવ્યો હતો. જો કે સજા કોર્ટ દ્વારા કાલે ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટ દ્વારા આ કેસમાં ઝડપથી સુનાવણી કરી હતી. આ કેસમાં સરકારી વકીલે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે, આવડી નાનકડી બાળકીને ચુંથી નાખનાર આરોપી સમાજ માટે ખતરનાક છે. તેણે જે કૃત્ય કર્યું તે માટે તેને ફાંસીથી જરા પણ ઓછી સજા ન હોઇ શકે.
અત્રે નોંધનીય છે કે, 4 નવેમ્બરે દિવાળીની રાત્રે જ પાંડેસરાના વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઇરાદે કર્યું હતું. મુળ બિહારના જહાનાબાદવતની અને આરોપી ગુરૂકુમાર મધેશ યાદવે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરીને મૃતદેહને ઝાડી ઝાંખરામાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ અંગે ફરિયાદ બાદ પોલીસે પણ ગુનાને ગંભીરતાથી લેતા તાબડતોબ કાર્યવાહી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે