ગુજરાત કેડરના IPS સતીશ ચંદ્ર વર્માને ઝટકો, ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ નડ્યો

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે  (Delhi High Court) બુધવારે ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને (IPS Satish Chandra Verma) બરતરફ કરવાના કેન્દ્રના આદેશને માન્ય રાખ્યો હતો. તેમણે ગુજરાતમાં ઈશરત જહાંના (Ishrat Jahan Encounter Case)કથિત નકલી એન્કાઉન્ટર કેસની તપાસમાં સીબીઆઈને મદદ કરી હતી.

ગુજરાત કેડરના IPS સતીશ ચંદ્ર વર્માને ઝટકો, ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ નડ્યો

Gujarat IPS Satish Chandra Verma: દિલ્હી હાઈકોર્ટે બુધવારે પૂર્વ આઈપીએસ અધિકારી સતીશ ચંદ્ર વર્માની અરજીને ફગાવી દીધી હતી, જેમણે ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસની તપાસમાં સીબીઆઈને સહકાર આપ્યો હતો, સરકારે એમની નિવૃત્તિના એક મહિના પહેલાં જ સસ્પેન્ડ કરી દીધા હતા. જે આદેશને તેમને કોર્ટમાં પડકાર્યો હતો. 

દિલ્હી હાઈકોર્ટે  (Delhi High Court) બુધવારે ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને (IPS Satish Chandra Verma) બરતરફ કરવાના કેન્દ્રના આદેશને માન્ય રાખ્યો હતો. તેમણે ગુજરાતમાં ઈશરત જહાંના (Ishrat Jahan Encounter Case)કથિત નકલી એન્કાઉન્ટર કેસની તપાસમાં સીબીઆઈને મદદ કરી હતી. વર્માને 30 સપ્ટેમ્બર, 2022ના રોજ તેમની નિવૃત્તિ પહેલા 30 ઓગસ્ટ, 2022ના રોજ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
વરરાજા મંડપ છોડીને ભાગ્યો તો કન્યા 20 કિમી સુધી પીછો કરી દાદાગીરીથી કર્યા લગ્ન

ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સંજીવ સચદેવાની બેંચે સતીશ ચંદ્ર વર્મા દ્વારા તેમની બરતરફી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. તેમણે એપ્રિલ 2010થી ઓક્ટોબર 2011 વચ્ચે 2004ના ઈશરત જહાં કેસની તપાસ કરી હતી અને તેમના તપાસ રિપોર્ટ પર એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ નકલી એન્કાઉન્ટર જાહેર કર્યું હતું.

આ પહેલા વર્માએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યારે હાઈકોર્ટે ખાતાકીય તપાસને ધ્યાને લઈને ગૃહ મંત્રાલયને તેમની સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી. જેમાં તેની સામેના આરોપો સાબિત થયા હતા. જો કે, તેમણે ગયા વર્ષે હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી, જેમાં કેસની પેન્ડન્સી દરમિયાન બરતરફીના આદેશને પડકારતી તેમની અરજીમાં સુધારો કરવામાં આવ્યો હતો.

જ્યારે તેઓ નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન, શિલોંગના ચીફ વિજિલન્સ ઓફિસર હતા ત્યારે સાર્વજનિક મીડિયા સાથે વાતચીત કરવાનો આ આરોપો સામેલ છે. હાઈકોર્ટે ગયા વર્ષે 26 સપ્ટેમ્બરે વર્માની બરતરફી પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ સંજીવ સચદેવા અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની ખંડપીઠે આદેશમાં કહ્યું હતું કે અમે આ તબક્કે બરતરફીના આદેશ પર રોક લગાવી શકીએ નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news