સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ કિલો ફેટે કેટલા રૂપિયાનો ભાવ વધારો આપ્યો?
પશુપાલકો માટે કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ 21 ફેબ્રુઆરીથી જ અમલમાં આવ્યો છે. દૂધના ખરીદી ભાવમાં વધારો કરવામાં આવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાનો લાભ હજારો પશુપાલકોને થશે.
Trending Photos
Sumul Dairy News: સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.30નો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલક માટે સુમુલે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કર્યો છે.
પશુપાલકો માટે કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ 21 ફેબ્રુઆરીથી જ અમલમાં આવ્યો છે. દૂધના ખરીદી ભાવમાં વધારો કરવામાં આવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાનો લાભ હજારો પશુપાલકોને થશે.
સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા,દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાય અને ભેંસના દુધમાં કિલો ફેટે રૂપિયા.30નો વધારો કરાયો હતો. જેમાં ગાયના ફેટમાં કિલોએ રૂ.750 હતા. તે વધીને 780 થઇ ગયા છે. જયારે ભેંસના કિલો ફેટે 780 હતા. તેમાં રૂ.30નો વધારો થતા રૂ|.810 થઇ ગયા છે. આ ભાવ વધારો આજથી લાગુ પડયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે