ગૌણ સેવા દ્વારા નવી ભરતીની જાહેરાત, કુલ 500 જગ્યાઓ ભરાશે, જાણો વિગત

ગૌણ સેવા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મંડળ દ્વારા વિવિધ ત્રણ જગ્યાઓ પર કુલ 500 પદ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. 

ગૌણ સેવા દ્વારા નવી ભરતીની જાહેરાત, કુલ 500 જગ્યાઓ ભરાશે, જાણો વિગત

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો ઉમેદવારી નોંધાવવા ઈચ્છે છે તે 1 જુલાઈથી 20 જુલાઈ 2024 સુધી ઓજસ પર ઓનલાઈન અરજી કરી શકશે. પરીક્ષા સહિતની અન્ય માહિતી મંડળ દ્વારા હવે જાહેર કરવામાં આવશે.

આ જગ્યાઓ પર થશે ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ, મેનેજર (અતિથિગૃહ) ની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે OJAS પર ઓનલાઈન અરજી કરવામાં આવશે. 

— HASMUKH PATEL (@HHPATELGSSSB) June 24, 2024

ખેતી મદદનીશ : 436 જગ્યાઓ
બાગાયત મદદનીશ: 52 જગ્યાઓ 
મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news