સુરતમાં ખેત મજૂરના વિદ્યાર્થીઓ સોલાર પેનલથી કરશે અભ્યાસ! શિક્ષકોનું અનોખું વિદ્યાદાન

Surat News: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એટલા બધા વિવાદ થાય છે કે તેમાં સમિતિ દ્વારા કરવામાં આવતી સારી કામગીરી પણ ઢંકાઈ જાય છે. તેમ છતાં કેટલીક શાળાના શિક્ષકો-આચાર્ય દ્વારા પ્રસિધ્ધનો મોહ બાજુએ મૂકીને અનેક સારા કામ કરી રહ્યાં છે.

સુરતમાં ખેત મજૂરના વિદ્યાર્થીઓ સોલાર પેનલથી કરશે અભ્યાસ! શિક્ષકોનું અનોખું વિદ્યાદાન

ચેતન પટેલ/સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગોડાદરાની એક સ્કુલના શિક્ષકોએ પોતાની સ્કૂલમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ માટે અનોખું વિદ્યાદાન કર્યું છે. ખેતમજુર વાલીના ઘરમાં લાઈટ ન હોવાથી સ્ટ્રીટ લાઈટના ઉજાસમાં અભ્યાસ કરતા બાળકોના ઝુંપડામાં સોલાર પેનલ નંખાવી તેમની જિંદગીમાં પણ પ્રકાશ લાવવાનું કામ કર્યું છે. ગોડાદરાની ડો.અબ્દુલ કલામ શાળાના શિક્ષકોએ પૈસા ભેગા કરી ખેત મજુરના ઝુંપડામાં સોલાર પેનલ લગાવતા વિદ્યાર્થીઓ ઘરે લાઈટના ઉજાસમાં અભ્યાસ કરતા થયા છે. તેમાં શિક્ષકો સાથે સાથે સોલાર પેનલનું કામ કરનારાઓ પણ સહભાગી બન્યા છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એટલા બધા વિવાદ થાય છે કે તેમાં સમિતિ દ્વારા કરવામાં આવતી સારી કામગીરી પણ ઢંકાઈ જાય છે. તેમ છતાં કેટલીક શાળાના શિક્ષકો-આચાર્ય દ્વારા પ્રસિધ્ધનો મોહ બાજુએ મૂકીને અનેક સારા કામ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર નિકળે તે માટે સ્વખર્ચે પ્રિ ટેસ્ટનું આયોજન કરનારી ગોડાદરાની ડો.અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વેકેશન દરમિયાન તેમની સ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઘરે અજવાળું કરીને તેમના અભ્યાસમાં મદદરૂપ બનવાની કામગીરી કરી છે. 

No description available.

ગોડાદરાની આ સ્કુલમાં ધોરણમાં અભ્યાસ કરતાં દેવી પુત્ર વિક્રમ વિજયભાઈ, દેવીપુત્ર પૂનમ વિજયભાઈ અને દેવીપુત્ર સીમા વિજયભાઈ તેજસ્વી વિદ્યાર્થી છે તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરે તે માટે તેમના ક્લાસ ટીચર હસમુખભાઈ પટેલે તેમના ઘરની મુલાકાત લેતા તેઓ ચોંકી ગયા હતા. અભ્યાસમાં હોશિયાર એવા આ વિદ્યાર્થીઓ ખેત મજુર ના દિકરા છે. તેઓ પરવટ પાટીયા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં રહે છે જ્યાં લાઇટની વ્યવસ્થા નથી. વધુ તપાસ કરતાં સ્કુલનું લેશન અને અન્ય અભ્યાસ આ વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઈટના ઉજાસમાં કરે છે તેવી હકીકત જાણવા મળી હતી.

No description available.

હાલમાં આ વિદ્યાર્થીઓએ ધોરણ 6 ની પરીક્ષા સારા માર્કે પાસ કરીને ધોરણ સાતમાં આવ્યા છે તેથી ક્લાસ ટીચર હસમુખભાઈ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે આચાર્ય દીપક ત્રિવેદીને વાત કરી હતી. ક્લાસરૂમમાં આ મુજબની ચચા થતા શિક્ષકોએ પોતાના ખર્ચે આ ગરીબ વિદ્યાર્થીઓના ઘરે સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષકોએ એસ્ટીમેન્ટ કઢાવતા 15 હજાર જેટલો ખર્ચ થાય તેમ જાણ્યું હતું. શિક્ષકોએ પૈસા કાઢીને ખેત મજુરના ઝુંપડામાં સોલાર પેનાલ લગાવવાની કામગીરી આશિષભાઈ ધાનાણી નામના વ્યક્તિને સોંપી હતી. 

પાલિકાની શાળાના શિક્ષકોની આ ભાવના જોઈને આશિષભાઈ ધાનાણીએ પંદર હજાર નહીં પરંતુ 8 હજારમાં જ પેનલ ફીટ કરીને આ સેવાયજ્ઞમાં પોતાનું પણ યોગદાન આપ્યું હતુ.આમ સરકારી સ્કુલના શિક્ષકોની સારી ભાવનાના કારણે એક ખેત મજુરના ઝુંપડામાં રહેતા વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઈટના બદલે સોનાર પેનલના પ્રકાશમાં અભ્યાસ કરશે અને આ વિદ્યાર્થીઓ અભ્યાસમાં અગ્રેસર હોવાથી આ શાળાના શિક્ષકોએ તેમને ભવિષ્યમાં પણ મદદરૂપ થવા માટે તૈયારી બતાવી છે. 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news