વડોદરામાં રખડતા ઢોરના ત્રાસે વિદ્યાર્થીનો જીવ જોખમમાં, ગાયનું શિંગડું ઘૂસી જતા આંખ ફૂટી

વડોદરા શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં ગોવર્ધન ટાઉનશિપ પાસે વિદ્યાર્થીને ગાયે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થી હેનીલ પટેલ વડોદરાની MSU ની પોલીટેકનિક કોલેજમાં ડિપ્લોમામાં અભ્યાસ કરે છે

વડોદરામાં રખડતા ઢોરના ત્રાસે વિદ્યાર્થીનો જીવ જોખમમાં, ગાયનું શિંગડું ઘૂસી જતા આંખ ફૂટી

જયંતિ સોલંકી, વડોદરા: રાજ્યમાં રખડતાં ઢોરોનો ત્રાસની અનેક ઘટનાઓ સામે આવે છે. રખડતાં ઢોરોની અડફેટે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો અનેક લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ એક રખડતા ઢોરના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાયનું શિંગડું વાગતા એક વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવી પડી છે.

વડોદરા શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં ગોવર્ધન ટાઉનશિપ પાસે વિદ્યાર્થીને ગાયે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થી હેનીલ પટેલ વડોદરાની MSU ની પોલીટેકનિક કોલેજમાં ડિપ્લોમામાં અભ્યાસ કરે છે. હેનીલ એક્ટીવા લઇને કોલેજમાંથી સાંજે ઘર તરફ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ડીવાઈડર કૂદી ગાયે શિંગડે ભેરવતા એક્ટીવા સાથે હેનિલને રસ્તા વચ્ચે પછાડ્યો હતો.

આ ઘટનામાં ગાયનું શિંગડું હેનીલની આંખમાં વાગવાથી તેની આંખ ફૂટી ગઈ હતી. ગંભીર ઇજા પહોંચતા હેનીલને સ્થાનિકો દ્વારા તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હેનીલની વધુ ગંભીર હાલત જણાતાં તેને હાયર સેન્ટર અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો.

છેલ્લા ત્રણ મહિનામાં રખડતા ઢોરના ત્રાસની ઘટનાઓ 
11 મે 2022 રખડતા ઢોરના કારણે વડોદરાના વિદ્યાર્થીએ આંખ ગુમાવી
11 મે 2022 પાલનપુરમાં ગાયની અડફેટે આવેલા વાહન ચાલકને ઈજા
8 મે 2022 પાલનપુરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું મોત
3 મે 2022 રખડતા ઢોરે અડફેટે લેતા મહિલા ICUમાં
22 એપ્રિલ 2022 વલસાડમાં આખલા યુદ્ધમાં બે લોકોને ઈજા
19 એપ્રિલ 2022 રાધનપુરમાં રખડતા ઢોરના કારણે યુવાનનું મોત
9 એપ્રિલ 2022 રાજકોટમાં આખલાએ અડફેટે લેતા વૃદ્ધને ઈજા
24 માર્ચ 2022 રાજકોટમાં રખડતા ઢોરે બે મહિલાઓને ઈજા પહોંચાડી
22 માર્ચ 2022 રાજકોટમાં રખડતા ઢોરની અડફેટે એકનું મોત
12 માર્ચ 2022 રાજકોટમાં આખલા યુદ્ધના કારણે મહિલાનો જીવ ગયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news