વડોદરામાં પોલીસ આકરા પાણીએ, ટોળું બનાવીને નમાઝ પઢવા બદલ આકરી કાર્યવાહી

મસ્જિદમાં લોકો જાહેરનામાનો ભંગ કરીને નમાઝ પઢતા હતા એટલે આ કાર્યવાહી કરવામાં આવી છે

વડોદરામાં પોલીસ આકરા પાણીએ, ટોળું બનાવીને નમાઝ પઢવા બદલ આકરી કાર્યવાહી

રવિ અગ્રવાલ, વડોદરા : ગુજરાતમાં લોકડાઉનને પગલે વડોદરામાં 144મી કલમ લગાવવામાં આવી છે. શહેરમાં આ કલમનો ભંગ કરવા બદલ ગુલમીરશા મસ્જિદના મૌલવી અને ટ્રસ્ટીઓ સહિત 30 લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે. વાડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદમાં લોકડાઉનના ઉલ્લંઘનની કલમ પણ ઉમેરવામાં આવી છે. હકીકતમાં મસ્જિદમાં લોકો જાહેરનામાનો ભંગ કરીને નમાઝ પઢતા હતા એટલે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહી બદલ લોકોમાં ફફડાટ છે. 

નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતા મુસ્લિમ સંપ્રયાદના ધર્મગુરૂઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 21 દિવસના લૉકડાઉનનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, લોકડાઉન દરમિયાન જુમ્માની નમાજ મસ્જિદોમાં અદા કરવામાં આવસે નહીં. લોકો પોતાના ઘરમાં નમાજ અદા કરશે. કોરોનાના સંક્રમણને રોકવા માટે જે સોશલ ડિસ્ટેન્સિંગની વાત કરવામાં આવી છે તેને લઈને ધર્મગુરૂઓએ આ પગલું ભર્યું છે. 

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક ટ્વીટ કરીને મુસ્લિમ સમુદાયના લોકોને આ અપીલ કરી છે કે લોકો જુમ્માની નમાઝ મસ્જિદોની જગ્યાએ પોતાના ઘરેથી અદા કરે. AIMIMના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરીને મુસ્લિમોને નમાજ ઘરમાં અદા કરવાની અપીલ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news