સરકારનો મોટો ખુલાસો! 7 વ્યક્તિઓને બોગસ એન્જિયોપ્લાસ્ટી, ખ્યાતિએ પૈસા માટે ખોટા ચીરી નાંખ્યા

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારે તપાસ સમિતિ દ્વારા તેનો રિપોર્ટ સરકારને મળ્યો છે. આ રિપોર્ટમાં ખોટી રીતે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જે 19 વ્યક્તિઓને ખ્યાતિ હોસ્પિટલમાં લઇને આવ્યા હતા.

સરકારનો મોટો ખુલાસો! 7 વ્યક્તિઓને બોગસ એન્જિયોપ્લાસ્ટી, ખ્યાતિએ પૈસા માટે ખોટા ચીરી નાંખ્યા

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે કડીના બોરીસણા ગામના 2 દર્દીના મોત થયા હોવાનો આક્ષેપ પરિવારજનો લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થતાં આ અહેવાલ ચર્ચાનો વિષય બન્યા હતા. ખ્યાતિ હોસ્પિટલ પર રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારે તપાસ સમિતિ દ્વારા તેનો રિપોર્ટ સરકારને મળ્યો છે. આ રિપોર્ટમાં ખોટી રીતે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જે 19 વ્યક્તિઓને ખ્યાતિ હોસ્પિટલમાં લઇને આવ્યા હતા, જે વ્યક્તિઓને હાર્ટ સર્જરી કરવામાં આવી તેની કોઈ જરૂરિયાત નહોતી, તેમ છતાં કરવામાં આવી હતી. આમાં સંડોવાયેલા સંચાલકો કે માલિકો ક્યાં પણ હોસ્પિટલ ચલાવી શકશે નહીં. ડોક્ટર છે તે પ્રેક્ટિસ નહીં કરી શકશે. આ હોસ્પિટલમાં ભુતકાળમાં કરેલા ઓપરેશનની સરકાર સમીક્ષા કરવામાં આવશે. તાકિદે હોસ્પિટલ અને ડોક્ટરો સામે પોલીસ કેસ કરવામાં આવશે.

ધનંજય દ્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં દર્દીઓના સગાઓની યોગ્ય સમંતિ લીધી ન હતી. અમદાવાદમાં બનેલી આ ઘટના બાદ પીએમજેવાય હોસ્પિટલનું સુપરવિઝન વધારે કડક કરવામાં આવશે. એક સપ્તાહમાં એસઓપી બનાવવામાં આવશે. ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલની દુર્ઘટના બની હતી. ખોટી રીતે હોસ્પિટલે બોરીસણામાં કેમ્પ કર્યો હતો. તપાસ સમિતિમા સામે આવ્યું છે કે 7 વ્યક્તિઓને એજયોપ્લાસ્ટી કરવાની જરૂરિયાત નહોતી. એજયોપ્લાસ્ટી બાદ પણ જરૂરી સારવાર ન કરતા 2 વ્યક્તિના મોત થયા છે. હવે પછી ખ્યાતિ હોસ્પિટલને PMJAY માંથી રદ કરી છે. ઓપરેશન કરનાર ડોકટરો PMJAYના ઓપરેશન માટે માન્ય ડોકટર ગણવામાં આવશે નહિ. હોસ્પિટલ અને ડોક્ટરો સામે જરૂરિયાત વગર સારવાર કરવા બદલ રાજ્ય સરકાર ગુનો નોંધશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જવાબદારો વિરુદ્ધ કલમ 105,336 અને 361 હેઠળ ગુનો નોંધવામાં આવશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલને ડોકટરો સામે પગલાંઓ લેવા માટે કહ્યું છે. સરકારના ડોકટરોની તપાસ ટીમમાં વધુ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. 7 લોકોના ઓપરેશન વખતે તૈયાર થતી સીડીમાં દર્દીઓને કોઈપણ બ્લોકેજ નહોતું માલુમ પડ્યું. પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ તૈયાર કરાયેલ પેપરમાં 90 ટકા જેટલું બ્લોકેજ દર્શવાવામાં આવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલે તૈયાર કરાયેલા ડોક્યુમેન્ટમા પણ ગપલાબાજી સામે આવી છે.

આ કેસમાં પણ સરકાર પોતે જ ફરિયાદી બનશે. હોસ્પિટલમાં માલિકો, મેનેજમેન્ટ અને ડોક્ટરો સામે ફરિયાદ નોંધવામાં આવશે. જે લોકોના નામો ઉપલબ્ધ છે એ બધા નામોનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવશે. રાજ્ય સરકાર ભોગ બનનારને વળતર આપવાની કોઈ વિચારણા હોવા પર કશું પણ કહેવાનો આરોગ્ય અગ્ર સચિવે ઈન્કાર કર્યો હતો. ખ્યાતિ હોસ્પિટલના આ કેસમાં જોડાયેલા તબીબો મેડિકલ પ્રેક્ટિસ ન કરી શકશે તે મેડિકલ કાઉન્સિલને ભલામણ કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news