વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકારે વધારી સહાય, જાણો કેટલું મળશે વળતર
વન્ય વિસ્તારમાં રહેતાં લોકો કે તેમના પશુઓ દ્વારા જંગલી પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓ સતત બનતી હોય છે. વન્ય પશુઓના હુમલામાં ક્યારેક મનુષ્ય કે પાલતું પ્રાણીઓના જીવ પણ જતાં હોય છે. હવે રાજ્ય સરકારે આવી ઘટનાઓમાં અપાતી સહાયમાં વધારો કર્યો છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં વન અને અભ્યારણ વિસ્તાર આવેલો છો. અનેક લોકો વન્ય વિસ્તારમાં રહે છે. ત્યારે વન્ય જીવો દ્વારા પાલતું પ્રાણીઓ અને મનુષ્યો પર હુમલાની ઘટના સામે આવતી હોય છે. ખાસ કરીને ગીરના જંગલમાં તો આવી ઘટના વારંવાર બનતી હોય છે. જંગલી પ્રાણી દ્વારા ગાય-ભેંસ કે મનુષ્ય ઉપર હુમલો કરવામાં આવે છે અને ક્યારેક તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. હવે રાજ્ય સરકારે આવા કિસ્સામાં સહાયમાં વધારો કર્યો છે.
રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
રાજ્યમાં આવેલા વન તથા અભ્યારણ અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાની માનવ મૃત્યુ/ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સામાં સરકાર દ્વારા મૃતક વ્યક્તિ, ઈજાગ્રસ્ત વ્યક્તિ અને પશુઓના મોત થાય તો વળતર ચુકવવામાં આવતું હતું. હવે આ વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
હવે આટલી મળશે સહાય
જો વન્યપ્રાણી દ્વારા કોઈ માનવ પર હુમલો થાય અને તેનું મૃત્યુ થયું હોય તો તેવા કિસ્સામાં 10 લાખની સહાય ચુકવવામાં આવશે. આ સિવાય ગંભીર ઈજા થાય તો 2 લાખ સુધીનું અને સામાન્ય ઈજાના કિસ્સામાં 25 હજાર સુધીનું વળતર ચુકવવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારે પશુઓના મોત/ઈજાને લઈને પણ સહાય જાહેર કરી છે.
જો દૂધાળા પશુ એટલે કે ગાય/ભેંસના મોત થાય તો 50 હજાર સુધીની સહાય ચુકવવામાં આવશે. તો ઊંટ માટે 40000 હજાર અને ઘેંટા/બકરા માટે 5 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. આ સિુવાય બિન દૂધાળા પશુ માટે ઊંટ/ઘોડા/બળદ માટે 25 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. તો પાડો-પાડી, ગાયની વાછરડી, ગધેડો અને પોની માટે 20000 રૂપિયાની સહાય ચુકવવામાં આવશે.
આ વન્ય જીવો હુમલો કરશે તો મળશે સહાય
રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે સિંહ, વાઘ, દીપડા, રીંછ, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવે તેવા કિસ્સામાં વળતર ચુકવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે