Surat માં સ્પુતનિકના ડોઝ આપવાનું શરૂ, લોકોની આતુરતાનો આવ્યો અંત

દેશના લોકો છેલ્લા કેટલાય સમયથી રશિયા (Rasia) ની સ્પુતનીક રસીની રાહ જોઇને બેઠા હતા. જે આતુરતાનો અંત આખરે આવી ગયો છે.

Surat માં સ્પુતનિકના ડોઝ આપવાનું શરૂ, લોકોની આતુરતાનો આવ્યો અંત

ચેતન પટેલ, સુરત: કોવીશિલ્ડ (Covishield) અને કોવેકસીન (Co vaccine) બાદ હવે દેશમા રશિયાની સ્પુતનિક (Sputnik) રસી આવી જતા લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રશિયાની સ્પુતનિક રસી (Sputnik) ગુજરાતમાં (Gujarat) સૌ પ્રથમ સુરત (Surat) ની કિરણ હોસ્પિટલમા આવતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. રસી (vaccine) આવતા પહેલા જ 2500 લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી દીધુ છે. જે રસીની કિમત 1144 છે. હાલ કિરણ હોસ્પિટલમાં 700 રસીનો ડોઝ મંગાવવામા આવ્યો છે.

દેશના લોકો છેલ્લા કેટલાય સમયથી રશિયા (Rasia) ની સ્પુતનીક રસીની રાહ જોઇને બેઠા હતા. જે આતુરતાનો અંત આખરે આવી ગયો છે. રશિયા (Rasia) ની સ્પુતનીક રસી દેશમા આવી પહોંચી છે ત્યારે રસીનો સૌ પ્રથમ ડોઝ ગુજરાતની સુરત ખાતેની કિરણ હોસ્પિટલોમાં મોકલી આપી છે. રસી આવતા પહેલા જ લોકોમા અભુતપુર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

ઓનલાઇન (Online) થકી કુલ્લે 2500 થી વધુ લોકોએ રસીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલમાં પ્રતિદિન 100 જેટલા વેકસીનના ડોઝ લોકોને આપવામાં આવી રહ્યા છે. આ જે વેકસીન છે તેની કિંમત 1144 રુપિયા મુકવામા આવી છે. રશિયા (Rasia) ની કંપની દ્વારા 700 જેટલી વેકસીન (vaccine) નો ડોઝ આપવામા આવ્યો છે. જે રીતે લોકોમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમા રાખીને કિરણ હોસ્પિટલ દ્વારા વધુ વેકસીનનો જથ્થો ઓર્ડર આપવામા આવ્યો છે. 

લોકોનું એવું કહેવું છે કે દેશની કોવેકસીન અને કોવીશિલ્ડ (Covishield) વેકસીનની સરખામણીમા સ્પુતનિક રસી ખુબ જ સારી છે આ જે રસી છે તે 91 ટકા અસરકાર હોવાને લઇને લોકો ઉત્સાહ પુર્વક રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.હાલ જેમ જેમ રજીસ્ટ્રેશન આવી રહ્યુ છે તેમ તેમ વેકસીન (vaccine) ના ડોઝ રશિયાથી મંગાવવામા આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news