મુસાફરો આ ધ્યાનમાં રાખજો, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની આ રુટની બસો બંધ કરાઈ

Gujarat Weather Forecast : ભારે વરસાદને કારણે સુત્રાપાડા, તાલાલા, માળિયા હાટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી એસ ટી બસ સેવા પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત અમરેલીની 10 અને જામનગરની દ્વારકા અને સોમનાથની 2 ટ્રીપ રદ કરાઈ

મુસાફરો આ ધ્યાનમાં રાખજો, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની આ રુટની બસો બંધ કરાઈ

ST Bus Route Cancel : ગુજરાત માટે આગામી 24 કલાક ભારે છે. હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત રિજયન સહિત રાજ્યમાં છુટોછવાયો ભારે વરસાદ રહેશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. આવામાં રાજ્યમાં ભારે વરસાદના કારણે એસ ટી સેવા પ્રભાવિત થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રુટ પરની એસટી બસો કેન્સલ કરાઈ છે. આ ઉપરાંત કેટલાક રસ્તાઓ પણ બંધ છે.

સૌથી વધુ જૂનાગઢની અંદાજે 35 બસોની 250 ટ્રીપ રદ 
હાલ સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ છે. જુનાગઢ, માળિયાહાટીની, ગીર સોમનાથ, સૂત્રાપાડા, વેરાવળ, તલાલામા ભારે વરસાદ છે. ચારેતરફ પાણી ભરાયા છે. જેથી સૌથી વધુ જૂનાગઢની અંદાજે 35 બસોની 250 ટ્રીપ રદ કરાઈ છે. સુત્રાપાડા, તાલાલા, માળિયા હાટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી એસ ટી બસ સેવા પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત અમરેલીની 10 અને જામનગરની દ્વારકા અને સોમનાથની 2 ટ્રીપ રદ કરાઈ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 19, 2023

માંગરોળ અને વેરાવળમાં કનેક્શન કપાયું 
આમ, રાજ્યભરમાંથી એસટી બસની કુલ અંદાજે 262 ટ્રીપ રદ કરવામાં આવી છે. એસટી નિગમના ચીફ ડેપ્યુટી લેબર ઓફિસર ડીએન નાયકે જણાવ્યું કે, જરૂર જણાય ત્યાં વધુ બસ સેવા બંધ અને શરૂ કરી શકાય છે. ડ્રાઇવર અને કન્ડક્ટર અને ડેપો મેનેજરને જરૂરી સૂચનાઓ અપાઈ છે. કોઝ વે કે પાણી ભરાયા હોય તેવા જોખમી સ્થળ પર બસ નહીં લઈ જવા સૂચના અપાઈ છે. તેમજ અમદાવાદના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પરથી gps અને જીઓ ફેન્સ થી બસ પર સતત નજર રાખવામાં આવી રહી છે. માંગરોળ અને વેરાવળમાં એસ ટી ડેપો પર લાઈટ નહિ હોવાથી કંટ્રોલ રૂમ સાથેનું cctv કનેક્શન ખોરવાયું છે. જોકે અમે મોબાઈલ મારફતે કર્મચારી સતત સંપર્કમાં છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 19, 2023

 

રસ્તાઓ પણ બંધ છે 
ગીર સોમનાથમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ખતરનાક કહેર વરસાવી રહ્યો છે. આખા સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો છેલ્લા 24 કલાકમાં સુત્રાપાડામાં એક જ રાતમાં 22 ઇંચ વરસાદ પડ્યો છે. આ કારણે સીમાર અને સુખપુરને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. બન્ને ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગામના લોકો પાણીમાં ચાલી રસ્તો પાર કરી રહ્યા છે. જૂનાગઢમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કેશોદથી માંગરોળ તરફનો હાઇવે પાણી આવી જવાના કારણે બંધ છે. માળીયા છ ઇચ તેમજ માંગરોળમાં તે 13 ઈચ વરસાદ પડતા સમગ્ર પંથકમાં જળબંબાકાર સ્થિતિ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news