ગોંડલ અંડરપાસમાં ફસાયેલી બસને માંડમાંડ બહાર કાઢી, તો થોડીવાર બાદ કાર ગરકાવ થઈ

ઉમવાળા અંડર બ્રિજ ખાતે ગોંડલથી પાવાગઢ રૂટ તરફ જતી એસટી બસ ફસાઈ હતી. લગભગ અડધે સુધીના પાણીમાંથી મુસાફરો તરતા તરતા બહાર નીકળ્યા હતા. બસને સલામત રીતે બહાર કાઢ્યા બાદ એક કાર આ જ બ્રિજની અંદર ફસાઈ હતી

ગોંડલ અંડરપાસમાં ફસાયેલી બસને માંડમાંડ બહાર કાઢી, તો થોડીવાર બાદ કાર ગરકાવ થઈ

જયેશ ભોજાણી/ગોંડલ :ગોંડલ પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારથી તાલુકામાં સતત વરસાદ (heavy rain) ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નદી, નાળા તથા નાના ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. તો આજે ગોંડલ ઉમવાળા અંડર બ્રિજ ખાતે એસટી બસ ફસાઈ હતી. એસટી બસ અડધે સુધી પાણીમાં ગરકાવ થતા મુસાફરો અંદર અટવાયા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા મુસાફરોને બહાર કઢાયા હતા. મુસાફરો જીવના જોખમે બસની બહાર નીકળ્યા હતા. તો બસને સલામત રીતે બહાર કાઢ્યા બાદ એક કાર આ જ બ્રિજની અંદર ફસાઈ હતી. જેને પણ મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી. 

ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં, મહારાજા-મહારાણી બંનેનો રિપોર્ટ પોઝિટિવ

ઉમવાળા અંડર બ્રિજ ખાતે ગોંડલથી પાવાગઢ રૂટ તરફ જતી એસટી બસ ફસાઈ હતી. લગભગ અડધે સુધીના પાણીમાંથી મુસાફરો તરતા તરતા બહાર નીકળ્યા હતા. સ્થાનિક લોકો ફસાયેલા મુસાફરોને બચાવવા દોડ્યા હતા. તો તંત્ર દ્વારા પણ મુસાફરોને બચાવવાની કામગીરી કરાઈ હતી. મુસાફરો સલામત રીતે બહાર નીકળી ગયા બાદ જેસીબી મશીન દ્વારા બસને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બસને બહાર કાઢ્યા બાદ ઉમવાડા અંડર બ્રિજ નીચે એક એન્ડોવર કાર પણ પાણીમાં ફસાઈ હતી. 

gondal_car_fasai_zee.jpg

બીજા અપડેટ્સ પર નજર કરીએ તો, રાજકોટના ગોંડલનું વોરકોટડા ગામ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું બન્યું છે. વોરકોટડા રોડની ધાબી પર 5 થી 6 ફુટ ઉપરથી પાણી વહી રહ્યું છે. જે કારણે વોરકોટડાથી ગોંડલનો માર્ગ બંધ થયો છે. રસ્તો અવરજવર માટે બંધ થતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

વરસાદની આગાહીને પગલે NDRF એલર્ટ મોડ પર, 13 ટીમો રાજ્યભરમાં તૈનાત કરાઈ 

ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી અવિરત મેઘમહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાક થી 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે ભારે વરસાદથી ગોંડલની ગોંડલી નદી પણ ગાંડીતૂર બની છે. જેથી મોટી સંખ્યામાં લોકો નદીનો સુંદર નજારો જોવા ઉમટી પડ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news