રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારબાદ તેમનો કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. નૃત્ય ગોપાલ દાસ હાલ મથુરામાં છે. આગરાના સીએમઓ અને તમામ ડોક્ટર્સ નૃત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે. 

રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ

અયોધ્યા: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારબાદ તેમનો કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. નૃત્ય ગોપાલ દાસ હાલ મથુરામાં છે. આગરાના સીએમઓ અને તમામ ડોક્ટર્સ નૃત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે. 

— ANI UP (@ANINewsUP) August 13, 2020

આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલ દાસ, તેમના સમર્થકો અને મથુરાના જિલ્લાધિકારી સાથે વાત કરી છે. આ સાથે જ સીએમ યોગી આદિત્યનાથે મેદાન્તા હોસ્પિટલના ડોક્ટર નરેશ ત્રેહાન સાથે પણ વાત કરી છે અને મહંત નૃત્ય ગોપાલ દાસને ગુરુગ્રામ સ્થિત  મેદાન્તા હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તૈયારી છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે નૃત્ય ગોપાલદાસ દરેક શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વખતે મથુરા આવે છે. મથુરા યાત્રા દરમિયાન આજે તેમની અચાનક તબિયત બગડી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા માડી અને ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો. જે પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં અયોધ્યામાં રામલલાના બે પૂજારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતાં. આ ઉપરાંત અનેક પોલીસકર્મીઓ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news