INDvsPAK મેચ પહેલાં લેવાયો સૌથી મોટો નિર્ણય! અમદાવાદ આવતા પહેલાં જાણી લેજો આ વાત

India vs Pakistan World Cup 2023: વર્લ્ડ કપમાં અમદાવાદના આંગણે રમાશે મહામુકાબલો. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આ હાઈવોલ્ટેજ મુકાબલો. આ મેચને લઈને પ્લેનની સાથે ટ્રેનમાં પણ વેઈટિંગ.

INDvsPAK મેચ પહેલાં લેવાયો સૌથી મોટો નિર્ણય! અમદાવાદ આવતા પહેલાં જાણી લેજો આ વાત

India vs Pakistan World Cup 2023: ક્રિકેટની રમત ભલે ઈંગ્લેન્ડમાં શોધાઈ હોય પણ ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે. એમાંય મુકાબલો જ્યારે કટ્ટર વિરોધી પાકિસ્તાન સાથે હોય ત્યારે આ રોમાંચ દુનિયાના તમામ રોમાંચ કરતા અલગ અને વિશેષ હોય છે. એમાંય આ મુકાબલો જ્યાર વર્લ્ડ કપનો હોય ત્યારે એની વિશેષતા એનું મહત્ત્વ 10 ઘણું વધી જાય છે. વળી આ મુકાબલો ગુજરાતમાં અને આપણાં અમદાવાદમાં હોય તો પછી કહેવું જ શું. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો રમાશે. જોકે, આ મુકાબલા માટે અહીં મેચ જવા આવવા માટે એક તરફ ટિકિટ મેળવવા પડાપડી થઈ રહી છે. બીજી તરફ હવાઈ માર્ગ એટેલેકે, પ્લેનમાં વેઈટિંગ છે. રસ્તાઓ પેક છે. હવે ટ્રેનમાં પણ વેઈટિંગ આવી ગયું છે. મેચ જોવા અમદાવાદ આવવા માંગતા લોકોની ભીડને પગલે એક્સટ્રા ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 

હાઈ વોલ્ટેજ મેચને લઈ લોકો દૂર દૂરથી અમદાવાદ આવતા મુસાફરીની માંગ વધી છે. એર સેવા બાદ રેલવેમાં પણ વધ્યું વેઈટિંગ. ભારત - પાકિસ્તાન મેચને લઈ હવાઈ અને રોડ માર્ગ રહેશે વ્યસ્ત, રેલવે વિભાગ દ્વારા ભારત-પાકિસ્તાન મેચને લઇ દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન.

પાકિસ્તાની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદ આવી ચૂકી છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે પાકિસ્તાની ટીમ રોકાઈ છે. જેથી હોટલ અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. ભારતીય ક્રિકેટ ટીમ માટે ITC નર્મદા હોટલ બુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ પણ બુધવારે જ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. આશા છેકે, તે આ મેચમાં જરૂર રમશે. 

અમદાવાદ ખાતે તા.14 ઓક્ટોબરે યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈ ક્રિકેટ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પેસેન્જરોનાં ટ્રાફિકને પહોંચી વળવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવી છે. હાઈ વોલ્ટેજ મેચને લઈ હવાઈ મુસાફરી, રેલ મુસાફરીની માંગ વધી છે. એર સેવા બાદ હવે રેલવેમાં પણ વેઈટિંગ વધ્યું છે. 

જેથી રેલવે વિભાગ દ્વારા પણ ક્રિકેટ રસીયાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદ ખાતે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ જોવા જતા ક્રિકેટ ચાહકો માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે વિશેષ સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ટ્રેન 13 ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યે ઉપડશે.  અમદાવાદથી મુંબઇ જવા ટ્રેન 15 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે ઉપડશે. રાત્રે 12.10 કલાકે મુંબઇ ખાતે પહોંચાડશે. રેલવેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આ સ્પેશિયલ ટ્રેનનો સમય ખૂબ જ ખાસ છે, કારણ કે તે એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે કે દર્શકો મેચ શરૂ થવાના થોડા કલાક પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી શકે, જ્યારે મેચ ખતમ થયા પછી તેઓ સરળતાથી ઘરે પાછા જઈ શકે છે. આ ટ્રેન મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી દોડાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.  

 

WR to run 2 special trains btwn Mumbai & Ahemdabad to clear extra rush of cricket fans attending India Vs Pakistan Match at Ahmedabad on 14/10/23.

Booking will open from 12/10/2023.

 

સ્પેશિયલ વંદે ભારત ટ્રેન દોડાવાશે-
ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રમાનારી મેચને પગલે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુની ટ્રેનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે, તો કોલકાતા અને મુંબઈથી આવતી ટ્રેનોમાં પણ વેઈટિંગ છે. વંદે ભારત ટ્રેનમાં ઘણું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. 13 અને 14 ઓક્ટોબરની ટ્રેનોમાં ફૂલ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. રેલવે 14મી ઓક્ટોબરે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી અમદાવાદ માટે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેથી આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો કોઈપણ સમસ્યા વિના આ મેચને લાઈવ જોઈ શકે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ માટે ટિકિટ મેળવવી ઘણી મુશ્કેલ છે. એટલું જ નહીં હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા માટે ઘણી રાહ જોવી પડે છે, આવી સ્થિતિમાં રેલવેના આ નિર્ણયથી ક્રિકેટપ્રેમીઓને મોટી રાહત મળી છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news