આ ગામડામાં ઝાલરની જેમ રણકે છે એક પથ્થર, કળિયુગમાં પરચો દેખાડવા ભગવાને કર્યું હતું આ કામ!

બાબરા તાલુકાના કરિયાણા ગામે વાસલડી ધાર ઉપર એક મોટો પથ્થર આવેલ છે. આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી. વાંસલડી ધાર ઉપર અસંખ્ય પથ્થરો આવેલા છે. પરંતુ ઝાલરીયા પથ્થર ઉપર પથ્થર વડે વગાડતા ઝાલર જેવો અદભુત અવાજ આવે છે.

આ ગામડામાં ઝાલરની જેમ રણકે છે એક પથ્થર, કળિયુગમાં પરચો દેખાડવા ભગવાને કર્યું હતું આ કામ!

કેતન બગડા/અમરેલી: ઝાલરીયો પથ્થર નામ સાંભળતા જ સૌ લોકો આશ્ચર્ય અનુભવે છે, પરંતુ આ હકીકત છે. ઝાલરીયા પથ્થર ઉપર પથ્થર વડે વગાડતા ઝાલર જેવો અવાજ આવે છે. મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે, ત્યારે ઝાલર વાગતી હોય છે. આવો જ અવાજ આ ઝાલરીયા પથ્થરમાં આવે છે.

બાબરા તાલુકાના કરિયાણા ગામે વાસલડી ધાર ઉપર એક મોટો પથ્થર આવેલ છે. આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી. વાંસલડી ધાર ઉપર અસંખ્ય પથ્થરો આવેલા છે. પરંતુ ઝાલરીયા પથ્થર ઉપર પથ્થર વડે વગાડતા ઝાલર જેવો અદભુત અવાજ આવે છે. આ ઝાલરીયા પથ્થરનો અવાજ સાંભળવા લોકો દૂર દૂરથી આવે છે, જ્યારે પથ્થરમાંથી ઝાલર જેવો અવાજ આવે છે ત્યારે અહીં આવતા લોકો અચરજ પામી જાય છે. લોકો બાજુમાં પણ અસંખ્ય પથ્થરો આવેલા છે. તેમને પણ પથ્થર વડે વગાડે છે. પરંતુ તેમાં અવાજ આવતો નથી અને ઝાલરીયા પથ્થરમાં અદભુત ઝાલરનો અવાજ આવે છે. જાણે મંદિરમાં ઝાલર વાગતી હોય તેવા અવાજની લોકોને અનુભૂતિ થાય છે. 

આ ઝાલરીયા પથ્થરનો અવાજ સાંભળવા માટે અમરેલી જિલ્લા ઉપરાંત રાજકોટ સુરત ભાવનગર જુનાગઢ અન્ય સ્થળો પરથી લોકો અહીં આવે છે, અને પથ્થરમાંથી આવતો અવાજ સાંભળીને અવાક બની જાય છે. ત્યારે કરિયાણા ગામે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઘનશ્યામ પ્રિય સ્વામીએ ઝાલરીયા પથ્થર વિશે જણાવ્યું હતું કે આજથી 215 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આ કરીયાણા ગામમાં વિક્રમ સવંત 1864 માં પધાર્યા, ત્યારે અહીંના જીવાબાપુ ધાંધલ દ્રારા વાંસળી વગાડવામા આવી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેમની ઉપર પ્રસન્ન થયા અને કહ્યું જીવાબાપુ કઈક માંગો ત્યારે જીવાબાપુ એ કહ્યું પ્રભુ આપે જે જે અવતારોમાં વાંસળી વગાડી છે તેવી વાંસળી એક વખત વગાડીને બતાવો તો અમને પ્રતીતિ થાય કે આપ ભગવાન છો. 

ત્યારે જીવા બાપુને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અહીં વાંસળી ના વગાડાય અહીં વાંસળી વગાડશો તો ગૌધન ભેગું થશે અને કાળુભાઈના ઘરને નુકસાન થશે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ જીવા બાપુને કહ્યું કે, આપણે ગામની બહાર જઈએ અને વાસાવડી ધાર છે, ત્યાં જઈને વાસલડી વગાડીએ ક્યારે ભગવાન સ્વામિનારાયણ આ ઝાલરીયા પથ્થર ઉપર ઉભા રહીને વાંસળી વગાડી હતી. આ વાંસળીનો અવાજ સાંભળતા જ કરિયાણા ગામની તમામ ગાયો આધાર ઉપર એકઠી થઈ ગઈ હતી.

જીવા બાપુએ આ દ્રશ્ય જોઈને ભગવાન સ્વામિનારાયણને કહ્યું હતું કે, અમને તો તમારા પરચો મળી ગયો છે. પરંતુ કળિયુગમાં લોકો નહી માને તેના માટે પરચો બતાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે, આ પથ્થર ઉપર બીજો પથ્થર વગાડવાથી તેમાં ઝાલર જેવો અવાજ સંભળાશે. ત્યારથી આ પથ્થરમાં ઝાલર જેવો અવાજ સંભળાય છે. કરિયાણા ગામના સ્વામિનારાયણ મંદિરના મહંત ઘનશ્યામ પ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે, સરકાર અથવા તંત્ર દ્વારા આ જગ્યાની યોગ્ય જાળવણી કરવામાં આવે તો આ સ્થળ સમગ્ર ગુજરાત અને ભારતમાંથી પ્રવાસીઓને અહીં આ પથ્થરનો અવાજ સાંભળવા માટે લોકો સરળતાથી આવી શકે.

આ ઝાલરીયા પથ્થરમાંથી ઝાલર જેવો અવાજ રણકતા સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને આ પથ્થરમાંથી ઝાલર જેવો અવાજ સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news