ગાયોને લમ્પી વાયરસથી બચાવવા 17 દંપતી ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યાં રહ્યાં, કર્યું આકરું તપ

Lumpy Virus : સોમનાથમાં ગૌત્રીરાત્રી વ્રત તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા અનાદિકાળથી યોજાય છે. ત્યારે આ વર્ષે આ વ્રત ગૌવંશને બચાવવા માટે કરાયુ હતું. લમ્પી વાયરસથી ગૌવવંશ બચી જાય તે માટે 17 દંપતીઓએ ગૌત્રીરાત્રિ કર્યું

ગાયોને લમ્પી વાયરસથી બચાવવા 17 દંપતી ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યાં રહ્યાં, કર્યું આકરું તપ

ગીરસોમનાથ :હાલ દેશભરમાં અનેક ગૌવંશ લમ્પી વાયરસથી પીડાઈ રહ્યું છે. હજારો ગાયો મોતને ભેટી છે. ત્યારે હવે લોકો ગાયને બચાવવા દુઆ માંગી રહ્યાં છે. આ માટે હવે કેટલાક ગૌભક્તો ઉપવાસ પણ કરી રહ્યાં છે. યાત્રાધામ સોમનાથમાં ગૌસેવા માટે લોકોએ ગૌરી રાત્રિનું વ્રત કર્યું, જેમાં ત્રણ દિવસ પાણી પણ ન શકાય તેવુ વ્રત કર્યું. 

સોમનાથમાં ગૌત્રીરાત્રી વ્રત તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા અનાદિકાળથી યોજાય છે. ત્યારે આ વર્ષે આ વ્રત ગૌવંશને બચાવવા માટે કરાયુ હતું. લમ્પી વાયરસથી ગૌવવંશ બચી જાય તે માટે 17 દંપતીઓએ ગૌત્રીરાત્રિ કર્યું હતું. સાથે સત્યનારાયણ કથા અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરાયું. 

ત્રણ દિવસ પાણી પણ પી શકાતુ નથી 
આ વ્રત કરનારને ત્રણ દિવસ પાણી પણ ન પી શકાય. એક રીત આ તપ આકરુ ગણાય છે. સોમનાથમાં તીર્થ પુરોહિત સમાજ દ્વારા પરંપરાગત ગૌતરી વ્રત કરાય છે, જે ભાદરવા સુદ તેરસથી પૂનમ સુધી કરવાનું હોય છે. આ વ્રત કરનારે કોઈપણ જાતનું ફરાળ ખાવા પીવાનું બંધ રહે છે. પાણી પણ પીવાની તેમાં મનાઈ હોય છે. આ ત્રણ દિવસ વાછરડા સાથે ગૌમાતાની સેવા કરાય છે. ગૌ માતાને જવ ખવડાવવામાં આવે છે અને છાણમાં જ્યારે જવ બહાર આવે છે તે જવનું પાણી પી અને વ્રતના ઉપવાસ તોડી પાણી પી વ્રત પૂર્ણ કરાય છે. 

gauvansh_zee2.jpg

સમગ્ર રાજ્યમાં માત્ર પ્રભાસ પાટણ સોમનાથમાં આ વ્રત કરાય છે. આ વ્રત કરવાથી નિઃસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. સાથે આ વ્રત કરનારને પારિવારિક સુખ સંપતિ અને મનોકામનાઓ પૂરતી કરનારું આ વ્રત મનાય છે. ત્યારે સોમનાથમાં સત્તર ભાવિકોએ જેમાં ભાઈઓ અને બહેનોએ આ કઠિન વ્રત પૂર્ણ કર્યું હતું.

આ વ્રત કરનારે સતત ત્રણ દિવસ વાછરડા સાથેની ગાયની પૂજા કરવાની હોય છે. તેને ઘાસ પાણી લીલો ચારો અને જવ ખવડાવવાના ગાયને સંતોષિત કરવાથી પોતાના પરિવારમાં સંતોષની પ્રાપ્તિ થયાની આવરત પાછળ ભાવના રહી છે. આ વ્રત કરનાર સુખ સંપત્તિની પ્રાપ્તિ કરે છે તેવી માન્યતા સાથે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કદાચિત આ કઠિન વ્રત માત્ર સોમનાથ પ્રભાસ પાટણમાં જ પરંપરાગત રીતે કરાય છે તેવું સોમનાથના તીર્થ પુરોહિત માર્કંડદાદા પાઠકે જણાવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news