સાંકડા રસ્તામાં સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી, હનુમાન દાદાએ બચાવ્યો બાઈકસવારનો જીવ!
Amreli Lion Video Viral: અમરેલીમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાંકડા રસ્તામાં બાઇક ચાલક અને સિંહ સામસામે આવી ગયા હતા. આ વ્યક્તિ સિંહને જોઈને એટલો ડરી ગયો હતો કે તેને શું કરવું તેની કંઈ ખબર પડતી નહોતી.
Trending Photos
કેતન બગડા/અમરેલી: જિલ્લામાં સિંહોના વીડિયો તો અનેક સામે આવે છે. સરકારની અનેક કોશિશો બાદ સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમરેલી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં અને હાઈવે પર અવારનવાર સિંહના આંટાફેરાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પરંતુ વિચારો કે તમે કોઈ રસ્તે બાઈક લઈને નીકળ્યા હોય અને સામે સિંહ મળી જાય તો તમારી શું હાલત થાય? સિંહને જોઈ માણસને શું કરવું તેની કંઈ ખબર પડતી નથી. ત્યારે હાલ ગુજરાતીમાં એક કવિતા છે ને 'સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી...' આ યુક્તિ એકદમ બંધ બેસે છે.
અમરેલીમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાંકડા રસ્તામાં બાઇક ચાલક અને સિંહ સામસામે આવી ગયા હતા. આ વ્યક્તિ સિંહને જોઈને એટલો ડરી ગયો હતો કે તેને શું કરવું તેની કંઈ ખબર પડતી નહોતી. આખરે તેણે જે સૂઝ્યું તે કર્યું... સિંહ બાઈક સવારને કંઈ કરવાનો નહોતો, પરંતુ તેમ છતાં બાઈક ચાલકે સિંહથી બચવા માટે હનુમાનદાદાના નામના જાપ શરૂ કર્યા હતા. સદભાગ્યે સિંહે પોતાનો રસ્તો બદલતા બાઈક ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલીનો આ હાસ્પાસ્પદ વીડિયો ક્યાનો છે, તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ સોશયલ મીડિયામાં આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર 5 સિંહનું ગ્રુપ ટોળું
અગાઉ થોડા દિવસ પહેલા જિલ્લાના અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર પાંચ સિંહનું એક ગ્રુપ શિકારની શોધમાં આવી ચડ્યું હતું. આ સમયે અહીંથી પસાર થતા વાહનચાલકોએ સિંહનો વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં પાંચ સિંહની લટારનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે તે અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પરનો હતો. અહીં રાત્રિના સમયે પાંચ સિંહનું ગ્રુપ હાઈવે પર પસાર થતું જોવા મળ્યું હતું. આ જ સમયે અહીંથી પસાર થતા વાહનચાલકોએ સિંહના દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા. થોડીવાર માટે રસ્તા પર ચાલ્યા બાદ સિંહનું ગ્રુપ રસ્તાની બાજુ પર ઉતરી જંગલ વિસ્તારમાં ચાલ્યું ગયું હતું.
નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં સિંહની વસતી વધી રહી હોય સિંહ શિકારની શોધમાં જંગલ વિસ્તારની બહાર આવી રહ્યા છે. રાજુલા, જાફરાબાદ પંથકમાં અવારનવાર સિંહ જંગલની નજીકના ગામડાઓમાં આવી ચડતા હોય છે. જિલ્લામાં હાઈવે પર સિંહ આવી જતાં હોવાના કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે