...તો થરાદમાં PM મોદીની ચૂંટણી સભામાં થયો હોત મોટો અકસ્માત! VIDEO થયો વાઇરલ

Social Media Video Viral:પીએમની સભામાં હજારોની ભીડને જોતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરંતુ પ્રશાસનના કેમેરાની નજર આ યુવક પર ગઈ ન હતી.

...તો થરાદમાં PM મોદીની ચૂંટણી સભામાં થયો હોત મોટો અકસ્માત! VIDEO થયો વાઇરલ

બનાસકાંઠા: હાલમાં જ મોરબીમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, તેમ છતાં લોકો તેમાંથી બોધપાઠ શીખતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાસકાંઠાની જાહેર સભાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યુવકનું અજીબ વર્તન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની થરાદમાં યોજાયેલી સભામાં સ્ક્રૂ- બોલ્ટ ચોરી કરતા શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. થરાદમાં યોજાયેલ પ્રધાનમંત્રીની સભામાં આવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

પીએમની સભામાં હજારોની ભીડને જોતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરંતુ પ્રશાસનના કેમેરાની નજર આ યુવક પર ગઈ ન હતી. ત્યાં હાજર કોઈએ આ યુવકની હરકતનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

શું મોરબી જેવી ઘટનાઓ માટે આપણે કેટલા જવાબદાર છીએ? સભામાં આવેલ યુવકને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે એક બોલ્ટ ચોરી કરવાથી કેટલી મોટી હોનારત સર્જાઈ શકે છે. સભામાં બંધાયેલો મંડપ આવા નાના નાના સ્ક્રૂ- બોલ્ટના કારણે ટકેલો હોય છે, ત્યારે તમારી એક નાનકડી ભૂલના કારણે અનેક નિર્દોષ લોકોનો જીવ જઈ શકે છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) November 2, 2022

આ ઘટના વિશે જાણીએ તો, બનાસકાંઠાના થરાદમાં પ્રધાનમંત્રીની સભામાં આવેલ યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાઇરલ થઇ રહ્યો છે. થરાદમાં પ્રધાનમંત્રીના ભાષણ વખતે એક યુવક મંડપની એંગલનો સ્ક્રૂ- બોલ્ટ કાઢી રહ્યો છે. યુવકે ચાલુ સભામાં જ મંડપની એંગલનો બોલ્ટ અને સ્ક્રુ કાઢ્યો હતો. આવા યુવકોના કારણે જ જાહેર સ્થળોએ દુર્ઘટનાઓ સર્જાતી હોવાનુ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

યુવકનો વીડિયો વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતના બનાસકાંઠામાં હતા. બનાસકાંઠાના થરાદમાં તેમણે ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન આ ઘટના સામે આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક લોકોની અવરજવર માટે રોડ પર લગાવેલી લોખંડની રેલિંગ સાથે છેડછાડ કરી રહ્યો છે. યુવક લોખંડના થાંભલામાં સ્ક્રૂ ખોલી રહ્યો હતો. થોડી સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે સ્ક્રૂ કાઢીને ખિસ્સામાં નાખ્યો અને પછી તેની જગ્યાએ બેસી ગયો.

બની શકતી હતી મોટી દુર્ઘટના!
અત્રે નોંધનીય બાબત એ છે કે યુવકના આ કૃત્યને કારણે મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. જો હજારોની ભીડ વચ્ચે આ રેલિંગ પડી ગઈ હોત તો નાસભાગ થઈ શકી હોત. વેલ, આવું કંઈ બન્યું નથી.. પરંતુ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ચોક્કસ વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, થરાદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન મંડપનો નટ બોલ્ટ ખોલતા યુવકનો વીડિયો વાયરલ થવા મામલે એક મોટા અપડેટ મળી રહ્યા છે. પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પરંતુ બનાસકાંઠા પોલીસે યુવક કોણ છે તેની ક્યાંથી અટકાયત કરી તે વિશે મૌન ધારણ કર્યું છે. પોલીસે હાલ કોઈ જ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. પોલીસ અધિકારીઓ ફોન ઉપાડવાનું બંધ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news