Gujarat Election 2022: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવવાના મુદ્દે રાતાચોળ થયા ઓવૈસી, જાણો શું કહ્યું?
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવવાના મુદ્દાને લઈને મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપે ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની રચના પોતાના ખોટા નિર્ણયો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે કર્યું છે.
Trending Photos
Uniform Civil Code: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવવાના મુદ્દાને લઈને મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપે ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની રચના પોતાના ખોટા નિર્ણયો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે કર્યું છે.
બીજી બાજુ ગુજરાતમાં થનારી ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ નાગરિકતાને લઈને મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના બે જિલ્લાઓ આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવામાં આવશે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં એમ પણ કહેવાયું છે કે ગુજરાતના આ બે જિલ્લાઓમાં રહેતા આ લોકોએ પોતાની અરજી ઓનલાઈન જમા કરાવવાની રહેશે. જેનું ચકાસણી જિલ્લા સ્તર પર કલેક્ટર દ્વારા કરવામાં આવશે. આ અંગે પણ ઓવૈસીએ નિવેદન આપતા આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આમ પહેલેથી થઈ રહ્યું છે કે તમે પહેલા લાંબા ગાળાના વિઝા આપો અને પછી તેમને (અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક સમુદાય) નાગરિકતા મળી જાય. તમારે (સરકાર) આ કાયદાને ધર્મ તટસ્થ બનાવવો જોઈએ. સીએએને એનપીઆર અને એનઆરસી સાથે જોડવો જોઈએ. સુપ્રીમ કોર્ટ તેના પર સુનાવણી કરી રહી છે. જોઈએ શું થાય છે.
It is already happening that you first give the long-term VISA and then they (minority community of Afghanistan) get citizenship: AIMIM chief Asaduddin Owaisi on MHA Empowers two more Gujarat District Collectors to grant citizenship certificate for Minorities of Afghanistan (1/2) pic.twitter.com/2ixKfdgKJ4
— ANI (@ANI) November 1, 2022
ઓવૈસીનું નિવેદન
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોરબી દુર્ઘટના ઉપર પણ નિવેદન આપતા કહ્યું કે આ એક દર્દનાક ઘટના છે અમે આશા કરીએ છીએ કે પીએમ મોદી અને ગુજરાતની સરકાર મૃતકોના પરિજનોને ન્યાય અપાવશે જેથી કરીને પીડિતોના પરિજનોને ખાતરી થાય કે તેમને ન્યાય મળી રહ્યો છે. સરકારે જણાવવું જોઈએ કે આ લોકોના મોત કેવી રીતે થયા.
चुनाव से पहले बीजेपी ने यूनिफॉर्म सिविल कोड कमेटी का गठन अपनी नाकामियों और गलत फैसलों को छुपाने के लिए बनाई है: गुजरात में यूनिफॉर्म सिविल कोड कमेटी के गठन पर असदुद्दीन ओवैसी, AIMIM, हैदराबाद (01.11) pic.twitter.com/HpFwysgjBz
— ANI_HindiNews (@AHindinews) November 1, 2022
અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ ઓવૈસીએ શનિવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મત મેળવવા માટે અને પોતાના હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવા માટે સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. ગુજરાત સરકારે કહ્યું હતું કે તેઓ સમાન નાગરિક સંહિતા (UCC) લાગૂ કરવા માટે એક સમિતિ બનાવી રહ્યા છે. રાજ્ય મંત્રીમંડળની શનિવારે બેઠક થઈ તે દરમિયાન સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી.
ये दर्दनाक दुर्घटना है हम उम्मीद करते हैं कि PM मोदी और गुजरात की सरकार मरने वालों के परिजनों को इंसाफ दिलाएगी ताकि पीड़ित परिवारों को भरोसा हो कि उन्हें इंसाफ मिल रहा है। सरकार को बताना चाहिए उन लोगों की मौत कैसी हुई:मोरबी पुल दुर्घटना पर असदुद्दीन ओवैसी,AIMIM,हैदराबाद (01.11) pic.twitter.com/FfADLJAFG4
— ANI_HindiNews (@AHindinews) November 1, 2022
બનાસકાંઠાના વડગામમાં ઓવૈસીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે યુસીસીને લાગૂ કરવાનો કેન્દ્રનો અધિકાર છે, રાજ્યોનો નહીં. તેમણે કહ્યું હતું કે શું એ સાચું નથી કે બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે સમાન નાગરિક સંહિતા સ્વૈચ્છિક હોવી જોઈએ અનિવાર્ય નહીં. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપ ફક્ત પોતાના હિન્દુત્વના એજન્ડા સાથે આગળ વધવા માંગે છે અને મત મેળવવા માટે ચૂંટણી પહેલા આવા મુદ્દાઓને ઉઠાવવાની તેની આદત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે