સુરતમાં વકરી રહી છે ચામડીની આ ભેદી બીમારી, દરિયો બન્યું આ બીમારીનું મોટુ કારણ
Skin Disease Suddenly Rise In Summer In Surat : સુરતમાં ગરમી વધતા ચામડીના રોગમાં વધારો, શરીર પર ખંજવાળ, ચામડી પર લાલ ચકામા, નાની ફોડલી થવાની સમસ્યા વધી
Trending Photos
Surat Pandemic Spread પ્રશાંત ઢીવરે/સુરત : ઉનાળાના ધમધોખતા તાપથી સુરતીઓ ભારે ત્રસ્ત છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકોમાં મોટાપાયે ચામડીની સમસ્યા જોવા મળી હતી. શહેરની સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગ સહિત દવાખાનાઓમાં આ સમસ્યાઓથી પીડાતા દર્દીઓનો સખત ધસારો પણ જોવા મળી રહ્યો છે.
ચામડીની બીમારીમાં 40 ટકાનો વધારો
સુરત નવી સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો અહીંના ચામડી રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેક્શનના દરરોજ આશરે ૫૦૦ જેટલા દર્દી સારવાર માટે આવી રહ્યા છે. દર્દીઓને કેટલાક દિવસોથી અતિશય ગરમીના કારણે શરીર પર ખંજવાળ, ચામડી પર લાલ ચકામા થઈ જવા અને ગળા-હાથ સહિતના સાંધાઓમાં નાની ફોડલી થવાની સમસ્યા સામે આવી હતી. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમી ઉત્તરોત્તર વધવા લાગતાં આ પ્રકારની ફરિયાદો પણ વધવા લાગી હતી.
માત્ર સુરતીઓને જ કેમ આ તકલીફ થઈ
સુરતમાં દરિયાઈ ભેજને લીધે, શરીર ચીકણું અને ભેજવાળું બને છે. જેના કારણે ડર્માટોાઈટ્સ અને યીસ્ટ જેવી ફૂગ મૃત કેરાટિનમાં વધવા લાગતાં ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થાય છે.ઉનાળાની ઋતુ દરમિયાન વાઇ રસ, બેક્ટેરિયા સહિતના કારણે ચેપ થાય છે. ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાને કારણે પણ આવું થઈ રહ્યું છે. ઘણા એવા દર્દીઓ આવે છે. સારવાર અને દવા બંધ થતાં જ રોગ ફરીથી ઉદભવે છે. ઉનાળામાં ભેજવાળા વાતાવરણમાં ફૂગનો હુમલો વધે છે. આ જ કારણ છે. કે આ દિવસોમાં મોટાભાગના લોકો ફંગલ ઈન્ફેક્શનનો શિકાર બને છે. ચુસ્ત કપડા પહેરવા પણ આ બીમારીને આમંત્રણ આપે છે. જેના કારણે કપડાના બેક્ટેરિયા હંમેશાં શરીરના સંપર્કમાં રહે છે. તેથી જ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ સમયગાળા દરમિયાન શરીર અને વાતાવરણને અનુકૂળ કપડાં પહેરવા જોઈએ.
ચામડીની બીમારીમાં 40 ટકાનો વધારો
સુરત સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલમાં હાલ ગરમીને પગલે ચામડીની સમસ્યાના દર્દીઓમાં બમણો વધારો થયો છે. આ સમયે ઉનાળામાં ફૂગ અને ફોટોસેન્સિટિવિટીના દર્દીઓ સૌથી વધુ આવે છે. બજારમાં મળતા મલમનો ચામડી પર ઉપયોગ ન કરવો, નિષ્ણાત તબીબીની સલાહ લેવી જોઈએ. તબીબોનું કહેવું છે કે દર વર્ષે મોટી સંખ્યામાં ચામડીના રોગના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે. પરંતુ આ વર્ષે તેમાં ૪૦ ટકાનો વધારો થયો છે
હાલના વાતાવરણમાં તાવ-શરદી અને ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો જોવા મળે છે. અચાનક વાતાવરણમાં ગરમીનો વધારો અને રાતે ઠંડકને પગલે સર્જાયેલા આ બેવડી ઋતુને પગલે લોકો વાયરલ ઈન્ફેક્શનના ભોગ બન્યા છે. નાની ઉંમરના બાળકોથી લઈ મોટેરાઓ પણ તાવ-શરદી અને ઝાડા-ઊલટીની ઝપેટમાં આવી ગયા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની કેસબારી પર દર્દીઓની લાંબી કતાર જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે