Gold Rate Today: ટોપ ગિયરમાં ભાગ્યું સોનું! બધા રેકોર્ડ તૂટ્યા, ભાવ જાણી આંખે અંધારા આવી જશે, જાણો લેટેસ્ટ રેટ

Gold & Silver Rate: આંતરરાષ્ટ્રીય બજારથી લઈને ભારતીય બજાર સુધી સોનું એ રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યું છે. વધતા જિયો પોલીટિકલ ટેન્શન અને વ્યાજ દરોમાં વિલંબની આશંકાથી બુલિયન માર્કેટમાં સતત રેકોર્ડ બની રહ્યા છે.

Gold Rate Today: ટોપ ગિયરમાં ભાગ્યું સોનું! બધા રેકોર્ડ તૂટ્યા, ભાવ જાણી આંખે અંધારા આવી જશે, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Increased: ગ્લોબલ માર્કેટથી લઈને ભારતીય બજાર સુધી સોનું એ રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યું છે. વધતા જિયો પોલીટિકલ ટેન્શન અને વ્યાજ દરોમાં વિલંબની આશંકાથી બુલિયન માર્કેટમાં સતત રેકોર્ડ બની રહ્યા છે.  MCX પર પહેલીવાર સોનાના ભાવ 72600 રૂપિયા પાર ગયા. ચાંદી પણ ઉછળીને 84100 રૂપિયા પર જોવા મળી. કોમેક્સ પર ભાવ 2400 ડોલર પ્રતિ ઔંસ ઉપર છે. 

ઘરેલુ બજારમાં સોનું અને ચાંદી
ઘરેલુ બજારમાં આજે સોનાનો ભાવ લગભગ 800 રૂપિયા ઉછળ્યો. પહેલીવાર 10 ગ્રામ સોનાનો ભાવ 72650 રૂપિયા પાર પહોંચ્યો. ચાંદી પણ લગભગ 1100 રૂપિયા ઉછળી છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ પહેલીવાર 84100 રૂપિયા પાર પહોંચ્યો. 

શરાફા બજારમાં સોનું
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં 1144 રૂપિયાનો બંપર ઉછાળો જોવા મળ્યો છે. ભાવ હાલ 72967 રૂપિયાના સ્તરે પહોંચ્યા છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 1048 રૂપિયા ચડીને 66838 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 1262 રૂપિયા વધીને પ્રતિ કિલો 83605 રૂપિયાના સ્તરે છે. 

No description available.

ગ્લોબલ માર્કેટમાં સોનું
ગ્લોબલ માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. કોમેક્સ પર પહેલીવાર સોનાનું 2400 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયું. અમેરિકી મેક્રો ઈકોનોમિક આંકડાના પગલે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. ચાંદીમાં પણ ધૂઆંધાર તેજી જોવા મળી છે. કોમેક્સ પર ચાંદી 29 ડોલર પ્રતિ ઔંસ નજીક પહોંચી ગઈ છે. 

શું છે કારણો
સોનામાં રેકોર્ડ તેજીનું કારણ સુરક્ષિત રોકાણની વધતી માંગણી છે. જેમાં મિડલ ઈસ્ટમાં તણાવ વધવાનો ડર છે. ગ્લોબલ સેન્ટ્રલ બેંક સતત સોનાની ખરીદી કરી રહ્યા છે. જેમાં ચીન, ભારત, તુર્કિયે, સહિત અન્ય દેશોની કેન્દ્રીય બેંકો સામેલ છે. અમેરિકી પ્રોડ્યુસર પ્રાઈસ ડેટામાં બુસ્ટઅપથી વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવના છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news