ગુજરાત માથે તોળાય રહ્યો છે વધુ એક ભેદી બીમારીનો ખતરો! કેમ ટપોટપ મરી રહ્યા છે લોકો?

કચ્છ જિલ્લાના લખપત અને અબડાસામાં આ ભેદી બીમારીના કારણે 15 લોકોનાં મોત નીપજ્યા છે. આ ગંભીર બીમારીને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે કચ્છમાં ધામા નાખ્યા છે. તો, બીજી તરફ કોંગ્રેસે સરકાર અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ગુજરાત માથે તોળાય રહ્યો છે વધુ એક ભેદી બીમારીનો ખતરો! કેમ ટપોટપ મરી રહ્યા છે લોકો?

Panic over suspected disease in Kutch: ગુજરાત માથે વધુ એક ભેદી બીમારીનો ખતરો તોળાય રહ્યો છે. આ બીમારીથી ચિંતાનું કારણ એ છે કે આનાં કારણે ટપોટપ લોકોનાં મોત નીપજ્યા છે. જી હાં, કચ્છ જિલ્લાના લખપત અને અબડાસામાં આ ભેદી બીમારીના કારણે 15 લોકોનાં મોત નીપજ્યા છે. આ ગંભીર બીમારીને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે કચ્છમાં ધામા નાખ્યા છે. તો, બીજી તરફ કોંગ્રેસે સરકાર અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે.

  • શું ગુજરાત પર આવી રહી છે કોઈ મોટી આફત?
  • કચ્છમાં હવે કઈ બીમારીએ મચાવ્યો હાહાકાર?
  • કચ્છમાં કેમ ટપોટપ મરી રહ્યા છે લોકો?

આ આગાહીથી લોકો ચિંતામાં! 2036 સુધી આવી આફતોથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે

આ સવાલનો જવાબ જાણવા માટે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમના કચ્છમાં ધામા છે. જી હાં, ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઉંચકવા લાગી છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન 15 જેટલા લોકોનાં શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. લોકોના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત રહેતા રાજ્યના અલગ અલગ શહેરમાંથી નિષ્ણાંત તબીબોની ટીમ કચ્છ મોકલવામાં આવી છે અને બે દિવસમાં જ સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપરત કરવા આદેશ કરાયો છે.

ભેદી તાવના પગલે લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી સાથે લોકોના આરોગ્યની પણ તપાસણી કરવામાં આવી રહી છે. બેખડા, સાંધ્રોવાંઢ, મોરગર સહિતના ગામોમાં પણ ટીમ દ્વારા સર્વે અને બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, ગત શનિવારે કચ્છના લખપતમાંથી 4 દિવસમાં એક સાથે 12 લોકોનાં મોતના સમાચાર આવ્યા હતા. જે હકીકત જાણ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ કચ્છ ખાતે પહોંચી હતી. જોકે, આરોગ્ય વિભાગની તપાસ વચ્ચે સોમવારે વધુ 3 લોકોનાં મોત નીપજ્યા હતા.

કચ્છ જિલ્લામાં 5 દિવસમાં 15 લોકોનાં મોતની ઘટના ગંભીર વિષય છે. જેને લઈને કોંગ્રેસે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, સરકાર લોકોના જીવ બચાવવામાં નિષ્ફળ રહી છે તો વળતા જવાબમાં આરોગ્ય મંત્રીએ કહ્યું, કોંગ્રેસ માત્ર રાજકારણ જ કરે છે.

ગત જુલાઈમાં રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો હતો અને તેના કારણે ટપોટપ બાળકો મોતને ભેટવા લાગ્યા હતા. થોડા દિવસ પહેલા મળેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં રાજ્ય સરકારે ચાંદીપુરાના કેસો અંગે માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાઈરસને કારણે 28ના મોત થયા છે અને ઍન્સિફિલાઇટિસ વાઈરલ સિન્ડ્રોમથી 73 મોત છે. આમ, કુલ 101નાં મોત છે. જોકે, હવે આ નવી બીમારીના આક્રમણથી રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news