અફઘાનિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ, વડોદરામાં અભ્યાસ કરતા 11 વિદ્યાર્થીઓના પરિજનો ફસાયા
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે
Trending Photos
હાર્દિક દિક્ષીત/ વડોદરા: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના (US Army) કબજામાં છે. પરંતુ ભીડના કારણે સ્થિતિ કથળી છે. ત્યારે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા વડોદરામાં (Vadodara) અભ્યાસ કરવા આવેલા આફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ (Students) ચિંતામાં છે અને ભારત (India), અમેરિકા (US) સહિત અન્ય દેશો મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે.
અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલ એરપોર્ટ પર આજ સવારથી જ બેકાબૂ સ્થિતિ છે. તાલિબાનના (Taliban) રાજથી બચવા માટે હજારોની સંખ્યામાં લોકો દેશની બહાર જવા માટે પડાપડી કરી રહ્યા છે. કોઈ પણ ભોગે ફ્લાઈટ પકડીને દેશ બહાર જવા માંગે છે. કાબૂલ એરપોર્ટ (Kabul Airport) પર સ્થિતિ બેકાબૂ થતા થયેલા ફાયરિંગમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા. તો બીજી તરફ હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના (US Army) કબજામાં છે. પરંતુ ભીડના કારણે સ્થિતિ કથળી છે. લોકો જબરદસ્તીથી વિમાનમાં ચડવાની પ્રયત્નો કરી રહ્યા છે.
આ પણ વાંચો:- Health Minister નીતિન પટેલની ચેતવણી, બધા લોકોએ રસી લેવી જરૂરી અને જો કોઈ વેક્સીન નહીં લે તો...
ત્યારે અફધાનિસ્તાનની (Afghanistan) વર્તમાન સ્થિતિથી વડોદરા અભ્યાસ માટે આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. વડોદરામાં અભ્યાસ કરવા આવેલા 11 વિદ્યાર્થીઓના પરિવાર અફઘાનિસ્તાનમાં ફસાયા છે. ત્યારે વિદ્યાર્થીઓએ તાલિબાની બર્બરતા સામે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. હ્યુમન રાઈટ મહિલાઓ અને બાળકો માટે ચિંતા કરે અને કોઈક ઉકેલ લાવે. પરિવારજનોને લઈ ચિંતા થઈ રહી છે. ભારત, અમેરિકા સહિત અન્ય દેશો મદદ કરે તેવી અપેક્ષા કરી છીએ. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ વડોદરામાં એમએસડબલ્યુ, સાયન્સ સહિત વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ભારતમાં અમે પોતાને ખુબ જ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે