Gujarat Tourist Places: દિવાળી પર ગુજરાતને મળશે નવા પિકનિક સ્પોટની ભેટ, દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન!

દિવાળીથી ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બની જશે નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન. આ પુલ સોમનાથ-દ્વારકા જતા યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે. રાજ્યનો આ પહેલો કેબલ સ્ટેઇડ બિજ સંપૂર્ણપણે કેન્દ્ર સહાયિત પ્રોજેક્ટ છે, જે એક હજાર કરોડ રૂપિયામાં પડશે.

Gujarat Tourist Places: દિવાળી પર ગુજરાતને મળશે નવા પિકનિક સ્પોટની ભેટ, દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન!

ઝી બ્યૂરો, અમદાવાદઃ હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માટે વધુ એક ખુશખબર છે. ગુજરાતના હરવા ફરવાના સ્થળોમાં વધુ એક શાનદાર સ્થળનો ઉમેરો થવા જઈ રહ્યો છે. જ્યાં પ્રવાસીઓ, દૂર દૂરથી આવતા સહેલાણીઓ કુદરતી વાતાવરણની મજા માણી શકશે. અહીં વાત થઈ રહી છે નવા તૈયાર થઈ રહેલાં સિગ્નેચર બ્રિજની. આગામી દિવાળીથી ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બની જશે નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન.

ગુજરાતમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે તૈયાર થઈ રહ્યું છે નવું એક નવું નજરાણું. અહીં તૈયાર થઈ રહ્યો છે સિગ્નેચર બ્રિજ. જેની કામગીરી હાલ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સિગ્નેચર બ્રિજની મોટાભાગની કામગીરી પુરી થયા બાદ હવે માત્ર 8 થી 9 ટકા કામગીરી જ બાકી રહી છે. જે ઝડપથી પુરી કરવામાં આવશે. ટાર્ગેટ એવો પણ છેકે, આગામી દિવાળી સુધીમાં આ પ્રોજેક્ટ ઉંચો મુકીને બ્રિજને પબ્લિક માટે ખુલ્લો મુકી દેવામાં આવે.

આ પુલ સોમનાથ-દ્વારકા જતા યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે. રાજ્યનો આ પહેલો કેબલ સ્ટેઇડ બિજ સંપૂર્ણપણે કેન્દ્ર સહાયિત પ્રોજેક્ટ છે, જે એક હજાર કરોડ રૂપિયામાં પડશે. આ બિજની વિશેષતાઓ અંગે માર્ગ-મકાન વિભાગના સૂત્રો કહે છે કે, સામાન્ય રીતે કેબલ સ્ટેઇડ બ્રિજમાં તેના પાયલોન  એટલેકે, તેના થાંભલા સીધાસટ્ટ હોય છે. જ્યારે આ બિજમાં આડાઅવડાં-કવેંચર રાખવામાં આવ્યાં છે. 

શું છે આ બ્રિજની વિશેષતા?
બ્રિજમાં વચ્ચેના ભાગે ચાર જેટલી વ્યૂઈંગ ગેલેરીની સ્પેસ પણ આપવામાં આવી છે. જ્યાં ઉભા રહીને પ્રવાસીઓ ઘુઘવતા અરબી સમુદ્રની ખાડીનો નજારો માણી શકશે.  આમ સમગ્ર તથા આ બિજની ડિઝાઇન આર્કિટેક્ચરલ અજાયબી માફક બનાવવાનો પ્રવાસ કરવામાં આવ્યો છે. એના કારણે જ બિજને સિગ્નેચર બ્રિજનું નામ અપાયું છે. ઑક્ટોબર-૨૦૧૭માં આ બ્રિજનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરાયું હતું. સ્વભાવિક રીતે બ્રિજનું ઉદ્ધાટન પણ એમના જ હસ્તે કરવામાં આવશે.

કેટલે પહોંચ્યું છે બ્રિજનું કામ?
આ પ્રોજેક્ટ પૂરો થતાં છ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો. કોરોનાકાળના લીધે આ પ્રોજેક્ટ અધવચ્ચે અટવાઈ ગયો હતો. આ ચાર લેન ધરાવતા બ્રિજમાં કેબલ સ્ટેઈડની લંબાઈ 900 મીટર છે. ઓખા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટરની અને બેટ દ્વારકા તરફ બ્રિજની લંબાઈ 650 મીટર જેટલી છે. આમ કુલ આ બ્રિજની લંબાઈ 2,320 મીટર છે. સુપર સ્ટ્રક્ચરમાં હવે કુલ 2,320 મીટરના કામ પૈકી 100 મીટર જેટલું જ કામ બાકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news