શ્યામ રાજાણીની પૂર્વ પત્નીનો Audio વાઈરલ, બોલી-મયુર યુવતીઓ સપ્લાય કરતો

 રાજકોટના શ્યામ રાજાણીના કૌભાંડના મામલામાં વધુ એક ઓડીયો ક્લીપ વાયરલ થઈ છે. મયુર મોરી શ્યામ રાજાણી માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ શ્યામની પૂર્વ પત્ની કરિશ્મા ગાંધીએ તેની વાતચીતમાં કર્યો છે. 

શ્યામ રાજાણીની પૂર્વ પત્નીનો Audio વાઈરલ, બોલી-મયુર યુવતીઓ સપ્લાય કરતો

સત્યમ હંસોરા/રાજકોટ : રાજકોટના શ્યામ રાજાણીના કૌભાંડના મામલામાં વધુ એક ઓડીયો ક્લીપ વાયરલ થઈ છે. મયુર મોરી શ્યામ રાજાણી માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ શ્યામની પૂર્વ પત્ની કરિશ્મા ગાંધીએ તેની વાતચીતમાં કર્યો છે. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની યુવતીઓને સપ્લાય કરતા હોવાની પણ વાતચીત થઈ રહી છે. ત્યારે મયુર અને કરિશ્મા સંપર્કમાં હોવાની જાણ થયા બાદ જ શ્યામ રાજાણીએ મયુરનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. 

ગઈકાલે રાત્રે જ મયુર મોરી કચ્છથી મળી આવ્યો હતો. જેના બાદ આજે પત્રકાર પરિષદમાં તેણે ખુલાસો કર્યો હતો કે, ડો.શ્યામ રાજાણીના લફરા અંગે તેની પત્નીને હું માહિતી આપતો હતો તેવું હતું. તેથી તે મને મારી નાખવામાં માંગતો હતો. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સના થોડા સમય બાદ જ ડો.શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કરિશ્મા ગાંધીની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. ડૉ શ્યામ રાજાણીની પત્ની સાથેના સંવાદમાં જાણવા અનુસાર, મયુર મોરી શ્યામ રાજાણી માટે કરતો યુવતીઓનો સપ્લાય કરતો હતો તેવું તે બોલી રહી છે. 

બદલાઈ ગુજકેટની તારીખ, 30 માર્ચે નહિ લેવાય એક્ઝામ

શું બોલી રહી છે કરિશ્મા ગાંધી
કાશ્મીરા ગાંધી ઓડિયોમાં કહી રહી છે કે, મયુર કરીને અમારો જૂનો સ્ટાફ છે તે છોકરીઓ સપ્લાય કરતો હતો. એને શ્યામને એવું છે કે મયુરે મને બધી વાત કરી છે. આવું માનીને તેમણે મયુરને પકડીને ધોકાવ્યો હતો. તેના વીડિયો અને ઓડિયો બનાવીને સ્ટેટસમાં મૂક્યા હતા. એણે એવું સાબિત કરવા તેને માર્યો કે હું સાચો છું. પરંતુ મને તો બહારથી ખબર પડી હતી કે તે આવો જ છે. તેને જેના પર શંકા હતી એ મયુરને ધોકાવી નાખ્યો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટની લાઈફ કેર હોસ્પિટલના બોગસ ડૉક્ટર શ્યામ રાજાણી સામે સરકારી દવાના જથ્થા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગે શ્યામ રાજાણીના પિતા સામે પણ ફરિયાદ નોંધાવી છે. તપાસમાં શ્યામના પિતા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે દવાના જથ્થા મામલે હેમંત રાજાણીની પણ પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, લાઈફ કેર હોસ્પિટલમાંથી 1500 ઈન્જેક્શન, 5 બોક્સ પાટા સહિતનો દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેને જિલ્લા આરોગ્ય વિભાગે સીલ કરી દીધું છે અને હાલમાં હોસ્પિટલમાં દવાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news