શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: બીજલ પટેલ સાંત્વના પાઠવ્યા વગર ચાલતી પડકી, પંચાલને પણ ભગાડ્યાં
Trending Photos
અમદાવાદ : શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગ્યા બાદ 8 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ કરુણાંતિકા અંગે શોક વ્યક્ત કર્યો છે. આગ કાંડનો ભોગ બનેલા પીડિતોનાં પરિવારજનોએ સાંત્વના પાઠવી છે. જો કે અમદાવાયનાં મેયર બીજલ પટેલે શ્રેય હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
જો કે આ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા પરિવારજનોને સાંત્વના પાઠવવાના બદલે મીડિયાને જોઇને તુરંત ત્યાંથી ચાલતી પકડી હતી. બીજી તરફ શહેર ભાજપના પ્રમુખને ઘેરીને મૃતકનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. તેમનો આરોપ હતો કે લાખો રૂપિયા વસુલતી હોસ્પિટલોમાં કોઇ આગ બુઝાવવા માટેની સુવિધા પણ નહોતી. આ તરફ સરકારનું પણ ધ્યાન નહોતું.
શ્રેય હોસ્પિટલની કરુણાંતિકા બાદ રાજકીય નેતાઓ હોસ્પિટલ ખાતે પહોંચવા લાગ્યા છે. જેમાં ભાજપના શહેર પ્રમુખ જગદીશ પંચાલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તે સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. જગદીશ પંચાલને તેમણે ઘેરી લીધા હતા. ધક્કે ચડાવ્યા હતા. હુર્રિયો બોલાવ્યો હતો. લોકોનો રોષ વધતા જગદીશ પંચાલે હોસ્પિટલ જવાનાં બદલે પોતાની ગાડીમાં બેસીને રવાના થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે