આવતીકાલથી શરૂ થશે દેશની પ્રથમ કિસાન રેલ, જાણો કયા રાજ્યોને મળશે ફાયદો

દેશમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે કિસાન રેલ (Kisan Rail) શરૂ કરવાની જાહેરાત કરી હતી.

આવતીકાલથી શરૂ થશે દેશની પ્રથમ કિસાન રેલ, જાણો કયા રાજ્યોને મળશે ફાયદો

નવી દિલ્હી: દેશમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે કિસાન રેલ (Kisan Rail) શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતને ફાઇનલ ટચ આપતાં ભારતીય રેલવે (Indian Railways)એ 7 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી કિસાન રેલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા સેવામાં દેશના ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો ફાયદો મળવાનો છે. 

મહારાષ્ટ્રાથી બિહાર વચ્ચે દોડશે પ્રથમ કિસાન રેલ સેવા
જાણકારોનું કહેવું છે કે કિસાન રેલની શરૂઆત મહારાષ્ટ્રથી બિહાર વચ્ચે થઇ રહી છે. ભારતીય રેલવેએ પહેલી કિસાન રેલને મહારાષ્ટ્રના દેવલાલી રેલવે સ્ટેશન (Devlali Railway Station)થી બિહાર સ્થિત દાનાપુર રેલવે સ્ટેશન (Danapur Railway Station) સુધી ચલાવવાનો નિર્ણય કર્યો છે. 7 ઓગસ્ટના રોજ પહેલી કિસાન રેલ (First Kisan Rail) દેવલાલીથી દાનપુર પહોંચશે. કિસાન રેલ આ બે સ્ટેશનો વચ્ચે લગભગ 1519 કિમીનું અંતર લગભગ 32 કલાકમાં કાપશે. 

આ હશે કિસાન રેલનો રૂટ
દેવલાલી- નાસિક રોડ, મનમાડ, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર, ખંડવા, ઇટારસી, જબલપુર, સતના, કટની, માનિકપુર, પ્રયાગરાજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અને બક્સ રોકાશે. કુલ મળીને આ પહેલાં રૂટમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને ફાયદો મળવાનો છે. 

ઉલ્લેખનીય છે કે આ વર્ષે યૂનિયન બજેટ (Union Budget)માં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ ખેડૂતો માટે ખાસ કિસાન રેલ દોડવાવાની જાહેરાત કરી હતી. જોકે કિસાન રેલ એક પ્રકારની સ્પેશિયલ પાર્સલ ટ્રેન હશે જેમાં અનાજ, ફળ અને શાકભાજીને લઇ જવા ઉપયોગમાં લઇ શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news