બનાસકાંઠામાં પુનર્જન્મનો કિસ્સો જાણીને ચોંકી જશો; 5 વર્ષની બાળકીએ ભૂકંપની એવી કહાની કહી કે...

દક્ષા ઠાકોર નામની પાંચ વર્ષની બાળકી પોતે પાછલા જન્મમાં અંજારની હોવાની અને તેનું નામ પ્રિંજલ હોવાનું તેમજ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડતા તે મરી ગઈ હોવાનું જણાવી રહી છે. જેને લઈને સો કોઈ ચોકી ઉઠ્યું છે.

બનાસકાંઠામાં પુનર્જન્મનો કિસ્સો જાણીને ચોંકી જશો; 5 વર્ષની બાળકીએ ભૂકંપની એવી કહાની કહી કે...

અલકેશ રાવ/બનાસકાંઠા: સામાન્ય રીતે પુનઃજન્મના કિસ્સાઓ આપણે ફિલ્મોમાં દેખાતા હોઈએ છીએ જ્યાં કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મની વાતો કરે છે. જોકે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવ્યો છે. જ્યાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. દક્ષા ઠાકોર નામની પાંચ વર્ષની બાળકી પોતે પાછલા જન્મમાં અંજારની હોવાની અને તેનું નામ પ્રિંજલ હોવાનું તેમજ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડતા તે મરી ગઈ હોવાનું જણાવી રહી છે. જેને લઈને સો કોઈ ચોકી ઉઠ્યું છે.

પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારત ભરમાં હાથ વણાટની ચાદરો પછેડીયો રૂમાલની બનાવટના કારણે પ્રખ્યાત હતું ત્યારે હવે ફરીથી 5 વર્ષની બાળકી તેના પુન: જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં સૌથી નાની 5 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી. જેમકે પાણી જોઈએ તો માં મુજે પાની દે...જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતાગમ પડતી નથી. 

આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના મોબાઈલ, ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમ જ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી તેનું નામ પ્રિંજલ હતું. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે. પુન: જનમની વાતોથી તેમજ ફાકડું હિન્દી બોલતી દક્ષા ભણી ગણીને સૈન્યમાં જોડાવવાની વાત કરી રહી છે. 

જોકે દક્ષાનું કહેવું છે કે તે અંજારમાં હતી અને સ્કૂલેથી પરત આવી હતી અને મકાનનું ધાબુ પડતાં તેનું મોત થયું હતું. તેના પિતા કેક બનાવવાની ફેકટરીમાં એટલે કે બેકરીમાં કામ કરતા હતા અને તેવો લાલ કલરના કપડાં પહેરતા હતા તો તેનું માતા ફુલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી. અંજારમાં તેનું મકાન મોટું હતું. તેના માતા-પિતા તેને બહુ જ પ્રેમ કરતા હતા. 

જોકે હવે તે ફરીથી અંજાર જવા માંગતી નથી તે અહીં જ તેના ભાઈ-બહેન અને માતા-પિતા સાથે રહેવા માંગે છે. જોકે માસૂમ દક્ષા તેના આગલા જન્મના માતા-પિતાનું નામ કે તે અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે યાદ ન હોવાનું કહી રહી છે. જોકે આજના યુગમાં પુન:જન્મની વાત કદાચ માને નહિ અને તે વાત કોઈના ગળે ન ઉતરે તે સ્વભાવિક છે. પરંતુ જે રીતે આ બાળકી કોઈપણ ભૂલ વગર કફકડાટ હિન્દી બોલી રહી છે, તે વાત અનેક સવાલો ઉભા કરી રહી છે. 

5 વર્ષની દક્ષા તેના ભાઈ બહેન સાથે ગુજરાતીમાં નહિ પણ હિન્દીમાં જ વાત કરતી હોવાથી તેમજ તેને ગુજરાતી બોલતા ઓછું આવડતું હોવાથી પરિવાર પણ મુશ્કેલીમાં મુક્યો છે. દક્ષાના પિતા જેતાજી ઠાકોરનું કહેવું છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું પણ અમે વધુ ધ્યાન આપતા ન હતા. જોકે જેમ જેમ તે મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડીને પૂછ્યું તો તેને અંજારમાં ભૂકંપમાં તેનું મોત થયું હતું તેવું રટણ કરતી હતી. જેથી અમે તેની વાત સાંભળી અમે અચૂબામાં મુકાઈ ગયા છીએ. અમારા ઘરમાં ટીવી નથી કે અમે તેને મોબાઈલ આપતા નથી તે ભણવા સ્કૂલે ગઈ નથી તો પણ તે સતત હિન્દી બોલી રહી છે ,આમ કોઈ કુદરતનો સંકેત હશે.તેનો પુન:જન્મ છે કે નહીં તે ભગવાન જાણે. જો તે તેના પાછળ જન્મના માતા-પિતાના નામ બોલે તો કંઈક તપાસ પણ કરીયે. 

દક્ષા ઠાકોર સતત હિન્દી બોલતી હોવાથી તેની અભણ માતાને કઈ જ ખબર પડતી નથી. તેની માતાનું કહેવું છે કે તેમની દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારા ત્યાં પૂર્ણ જન્મ લીધો છે. જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ. મારી દીકરી હિન્દીમાં વાત કરે છે. જેથી અમને કંઈ ખબર પડતી નથી. 

5 વર્ષની બાળક સ્પષ્ટ હિન્દી બોલતી હોવાથી અને તેના પુન:જન્મની વાતો કરતી હોવાથી ગામલોકો પણ પુન:જન્મ હોય છે કે નહીં તેને લઈને વિચારમાં મુકાયા છે. જોકે બાળકીનું હિન્દી બોલવું એ પણ એક મોટો સવાલ છે ત્યારે ગામલોકો પણ આને ભગવાનની જ માયા ગણાવી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news