પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આજે અનેક કાર્યક્રમો, તમારે જવાનો પ્લાન હોય તો વાંચી લેજો

હેલી સવારથી હજારોની સંખ્યમાં શિવ ભક્તો સોમનાથમાં ઉમટી પડતા યાત્રાધામમાં જ્યાં જુઓ ત્યાં ભક્તો જ નજરે પડી રહ્યા હતા. આજે સવારે 6 વાગ્યે સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપુજા અને આરતી કરવામાં આવી હતી. ત્યારબદ 8 વાગ્યે સોમનાથ મહાદેવને નુતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ. 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આજે અનેક કાર્યક્રમો, તમારે જવાનો પ્લાન હોય તો વાંચી લેજો

કુશાલ જોશી/સોમનાથ: મહાશિવરાત્રિ પર્વને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે. દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર જય સોમનાથ અને હરહર મહાદેવના નાદથી આજે મહાશિવરાત્રિએ ગુંજયું છે. મહાશિવરાત્રિને લઈ શ્રદ્ધાળુઓ સોમનાથમાં ઉમટયા છે. મહાશિવરાત્રિ પર્વને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજના દિવસે મહાદેવની આરતી કરવામાં આવશે. આજે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વિગતવાર માહિતી અપાઈ છે.

સોમનાથ તીર્થમાં શિવરાત્રી કાર્યક્રમ
સવારે 7 કલાકે બપોરે 12 સાંજે 7 રાત્રે 10:30 અને મધ્ય રાત્રે 12:30 કલાકે મહા આરતી યોજાશે. કોરોનાની ત્રીજી લહેર ઘટતા લાખો ભાવિકો દાદા સોમનાથના દર્શને આવે તેવી સંભાવના છે. આજે વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખૂલ્યું છે. તે સમયે કતારબંધ લાઈનમાં ઉભેલ શિવ ભક્તોના હર હર મહાદેવ.... ૐ નમઃ સિવાયના નાદથી મંદિર અને પરીસરનું વાતાવરણ શિવમય બનાવી દીધુ હતુ. 

વહેલી સવારથી હજારોની સંખ્યમાં શિવ ભક્તો સોમનાથમાં ઉમટી પડતા યાત્રાધામમાં જ્યાં જુઓ ત્યાં ભક્તો જ નજરે પડી રહ્યા હતા. આજે સવારે 6 વાગ્યે સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપુજા અને આરતી કરવામાં આવી હતી. ત્યારબદ 8 વાગ્યે સોમનાથ મહાદેવને નુતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ. 

આજે વહેલી સવારથી ભક્તો કતારબંધ લાઈનમાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યનું ભાથું બાંધતા નજરે પડી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news