ક્વોરેન્ટાઈનથી પરત આવનારા સાથે દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહિ આવે : પોલીસવડા

ગુજરાતમાં લોકડાઉનનો આજે સાતમો દિવસ છે. ત્યારે સાતમા દિવસે ગુજરાતમાં કુલ 73 કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સાથે જ રિકવર થઈ રહેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. આવામાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ સમય બધા માટે મુશ્કેલી પડે છે. પોલીસે સંવેદનશીલ સાથે ફરજ બજાવવી પડશે, તો લોકો પણ સંવેદના બતાવે. લોકો હેલ્થ કર્મચારીઓ અને અન્ય લોકોને હેરાન કરતા હોય સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. ક્વોરેન્ટાઈનમાં પરત આવી રહ્યા છે, તેઓ સાથેનો દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે.

ક્વોરેન્ટાઈનથી પરત આવનારા સાથે દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહિ આવે : પોલીસવડા

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં લોકડાઉનનો આજે સાતમો દિવસ છે. ત્યારે સાતમા દિવસે ગુજરાતમાં કુલ 73 કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સાથે જ રિકવર થઈ રહેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. આવામાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ સમય બધા માટે મુશ્કેલી પડે છે. પોલીસે સંવેદનશીલ સાથે ફરજ બજાવવી પડશે, તો લોકો પણ સંવેદના બતાવે. લોકો હેલ્થ કર્મચારીઓ અને અન્ય લોકોને હેરાન કરતા હોય સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. ક્વોરેન્ટાઈનમાં પરત આવી રહ્યા છે, તેઓ સાથેનો દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે.

ભરૂચની આ ટબૂકડીએ પીઠ થબથબાવો તેવું કામ કર્યું 

તેમણે જણાવ્યું કે, રેશનિંગ પર આવતીકાલથી અનાજનું વિતરણ કરવામાં આવશે ત્યારે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. ડ્રોનના આધારે ગુના દાખલ કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાથી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટવાળા સામે ત્રણ ગુના દાખલ કરાયા છે. અરવલ્લીમાં ગઈકાલે છે બનાવ બન્યો ત્યારે સિનિયર અધિકારીઓ હાજર હતા અને રાજસ્થાન બોર્ડરના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. બીજા જે માણસો છે તેને આપણા સેન્ટર હોમમાં છે. કેટલાક લોકોને રાજસ્થાને સ્વીકારી લીધા છે. આ ઘટના બાદ વધારવાનો સર્ક્યુલેશન ઇસ્યુ કરવામાં આવશે પોલીસનું વ્યવહાર કેવો હોવો જોઈએ તેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. જે શાકભાજીમાં નુકસાન થયું છે જરૂર પડે એ જ અધિકારી પાસેથી રીકવરી કરવામાં આવશે. જે કૃત્ય ખોટું છે તેને દસ માણસો વિશે સતત કરતા હોય તો તે ચલાવી લેવામાં આવશે નહિ. જે બાબતથી ખાતાને નુકસાન થશે તે ચલાવી લેવામાં નહિ આવે. અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. હવે આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. જે પણ અધિકારીઓ કે જવાબદારી નક્કી થશે તેની સામે પગલાં ભરવામાં આવશે.

ગુજરાતની આ ટબુકડીની અપીલ, લુડો-ગેમ રમો, પણ બહાર નીકળતા નહિ....

તો સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, સસ્તા અનાજનુ રેશનકાર્ડની દુકાનો ઉપરથી આવતીકાલથી apl અને બીપીએલ કાર્ડ ધારકોને વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. રાજ્યમાં 66 લાખ કુટુંબો છે. આવતીકાલથી ઘંઉ, ચોખા, મીઠું અને ખાંડનુ વિતરણ શરુ કરવામાં આવશે. દરેક ગામમાં ચાર લોકોની કમીટી બનાવવામાં આવે. સ્થાનિક શિક્ષક જીઆરડી અથવા પોલીસ જવાનને સાથે રાખવા. સોશિયલ ડિસટન્સ જળવાય એનુ પણ આયોજન કરવાનુ રહેશે. શહેરમાં પણ પોલીસ સામાજીક આગેવાનો અને શિક્ષકને જવાબદારી સોંપાશે. દુકાનદારો પાસે તમામનો ડેટા બેઝ છે. વિતરણ વ્યવસ્થા જે કરવાની છે તેમને 25-25 લોકોને ફોન કરી બોલાવવામાં આવે અને લઈ જાય. જેથી કોઇ ભીડ ન થાય. 

તેમણે કહ્યું કે, રાજ્યમા કોઈ પણ ભૂખ્યો ન રહે તેના માટે સરકાર તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ કલેક્ટર અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. 4 એપ્રિલથી અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત બહારના રાજ્યના લોકો અહિ રહેતા હશે અને કાર્ડ નહી હોય તેને અનાજ આપવામાં આવશે. દરેક કલેકટર્સને જરૂરી રકમ ફાળવવામાં આવી છે. અનાજ દળવાની ઘંટીઓ ચાલુ રાખવામાં આવશે. રાજ્ય બહારના શ્રમિકો અહીં રોજી માટે આવ્યા છે એ વતનમાં ન જાય. તમામને અહી રાખવા રહેવા જમવા માટે 40 કરોડની જોગવાઈ કરી છે. સિંગતેલના ભાવો પર સતત નજર રખાઈ રહી છે. નાફેડ પાસે પુરતા પ્રમાણમાં જથ્થો છે. આવતીકાલથી 17 હજાર દુકાનો પરથી અનાજ આપવાની શરુઆત થશે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news