હાર્દિકના આમરણાંત ઉપવાસનો 11મો દિવસ, શત્રુધ્ન-યશવંત સિન્હા લેશે મુલાકાત

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ખેડૂતોના દેવાની માફી અને પાટીદારોને અનામતની માંગ સાતે તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે.

હાર્દિકના આમરણાંત ઉપવાસનો 11મો દિવસ, શત્રુધ્ન-યશવંત સિન્હા લેશે મુલાકાત

અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ખેડૂતોના દેવાની માફી અને પાટીદારોને અનામતની માંગ સાતે તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ગુજરાત સરકાર સિવાય હાર્દિકને અનેક રાજકીય પક્ષો સમર્થન આપી રહ્યા છે. ઉપવાસ પર બેઠાને 11માં દિવસે ભાજપના 2 દિગ્ગજ નેતાઓ હાર્દિકની નિવાસ સ્થાને તેની મુલાકાત લેવા માટે પહોચશે. ભાજપના સાંસદ શત્રુધ્ન સિંન્હા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા સાંજે 4:30 કલાકે હાર્દિકની મુલાકાત લેવા માટે પહોચશે. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  સુરેશ મહેતા પણ આજે હાર્દિકની મુલાકાતે આવે તેવી સંભાવના છે. 

હાર્દિકના આમરણાંત ઉપવાસના 10 દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિ સિંહ ગોહીલ હાર્દિકને મળવા માટે પહોચ્યા હતા. અને રાજ્ય સરકારને અપીલ કરી હતી કે હાર્દિકની માંગણીઓને લઇને તેની સાથે વાતચીત કરી સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને હાર્દિકને સમર્થન આપ્યું હતું. અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ હાર્દિક પટેલને ઉપવાસ આંદોલન સમાપ્ત કરવા માટે અપીલ કરી હતી. જ્યારે ગુજરાતના જ બે સૌથીમોટા પાટીદાર ટ્રસ્ટ એવા ઉમિયાધામ અને ખોડલઘામ દ્વારા પણ હાર્દિકને સમર્થન આપવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પાટીદાર યુવકો હાર્દિકના સમર્થનમાં મુડન કરાવીને સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news