લોકસભા પહેલા જ શંકરસિંહ સક્રિય, બક્ષીપંચ સંમેલનમાં સરકારને અનેક મુદ્દે ઘેર્યાં
લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થઈ ગયા છે. તમામ સમાજના પ્રશ્નોને લઈને તેમણે આજે ખેડામાં સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ યાત્રાધામ ફાગવેલ ખાતે ભર્યું બક્ષીપંચ સંમેલન બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ અંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ફિલ્મ સ્ટાર અનુપમ ખેરની કોઈ પૂછડી પૂછતું નથી. મનમોહનસિંહ જેવા નેતાનો રોલ કરવાની અનુપમ ખેરની કોઈ ક્ષમતા નથી.
Trending Photos
ખેડા/ગુજરાત : લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થઈ ગયા છે. તમામ સમાજના પ્રશ્નોને લઈને તેમણે આજે ખેડામાં સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ યાત્રાધામ ફાગવેલ ખાતે ભર્યું બક્ષીપંચ સંમેલન બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ અંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ફિલ્મ સ્ટાર અનુપમ ખેરની કોઈ પૂછડી પૂછતું નથી. મનમોહનસિંહ જેવા નેતાનો રોલ કરવાની અનુપમ ખેરની કોઈ ક્ષમતા નથી.
નવી સુવિધાઓ સાથે અપગ્રેડ કરાઈ સુરતથી દોડતી આ ટ્રેન, અંદર જતા જ થશે ખાસ અહેસાસ
તેમણે કહ્યું કે, આપણા બધાના લોહીમાં ભાથીજીના ગુણ છે. એના માટે જે પણ કરવું પડે એ કરવાની તૈયારી છે. માણસને અભડાય એ કેવી માન્યતા? દલિત સમાજને 6 થી 7 ટકા અનામતની બંધારણમાં સમાવેશ કરાયો છે. અનેક સમાજને અનામત મળી છે. અનામત મળે છે એ કેટલાકને નથી ગમતું. 5000 વર્ષની ગામના છેવાડે રહેતો સમાજનું માનવતાના રાહે પણ અભિગમ રાખવો જોઈએ. બક્ષીપંચના નામે અનામતનો લાભ નહીં ગેરલાભ જાય છે એ યોગ્ય નથી. બક્ષીપંચમાં ગુજરાતમાં કેટલાક બ્રાહ્મણ, રાજપૂત સમાજના લોકો છે.
આ એક વાનગી ખાવા દક્ષિણ ગુજરાતના હાઈવે પર લાગે છે લાંબી લાઈનો
શંકર સિંહ વાઘેલાના રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર ક્યારેય તમને પોતાની લાગે છે? તમારી વેદના તકલીફ છે કોઈ સાંભળનાર? કોઈ મંત્રી અધિકારી સમય આપે છે? સરકાર કોના માટે છે? આઈએએસ, આઈપીએસ અધિકારીઓના ઘર ભરવા માટે છે. જે સરકાર આપણા મતથી બની છે, એમ આપણે ઉછીના કેવી રીતે થઈ જવાય? આ સરકાર શુ કામની? સરદાર પટેલ સ્ટેચ્યુ અને મહાત્મા મંદિર બનાવવાનો કોનો વિકાસ થયો? સરકારને કોને હક્ક આપ્યો આપણા રૂપિયા વેડફવાનો. આપઘાત કરનારને બચાવો. ખેડૂતો-મહિલા-યુવાનોને બચાવો. મેં ભૂતકાળમાં બધાને બચાવ્યા છે. તમાશા કરવા નથી બેઠા.
Photos: કચ્છના સફેદ રણમાં આ એક વસ્તુ જોઈને મલકાઈ ઉઠ્યું રાષ્ટ્રપતિ કોવિંદનું મુખ
ટૂંક સમયમાં રિલીઝ થનારી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પરની ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનીસ્ટર’ વિશે પ્રતિક્રીયા આપતા તેમણે કહ્યું કે, એ અકસ્માતે પીએમ નહોતા બન્યા. તમે બન્યા છો એ હોય કે તમેં હોવ બધા સરખા છે. આમાં તો આપણો એક્સિડન્ટ થઈ જાય છે. મનમોહન સિંહ જેટલા સારા પીએમ અત્યાર સુધી દેશને મળ્યા નથી. તેઓએ 10 વર્ષ મંદીમાંથી દેશને બચાવ્યો છે. એ મૌન ન હતા, એમ તમે મૌન છો. તમારી જેમ જાહેરાતોમાં ખર્ચા નહોતા કરતા. એમનું કામ બોલતું હતું
રામ મંદિર મુદ્દે તેમણે કહી દીધું કે, આટલા વર્ષ રામ મંદિર નહોતુ તો પાંચ વાર વધારે નહિ હોય, તો શું ફેર પડવાનો છે. મંદિર બને કે ન બને પણ મને કે આપણે શું ફરક પડવાનો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે