શંકરસિંહ સીએમ હતા ત્યારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલ નામ અપાયું હતું, બાપુએ રજૂ કર્યા પૂરાવા
શંકરસિંહે ટ્વીટર પર મુકેલા પૂરાવા સાથે જણાવ્યું કે, એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ 7 ડિસેમ્બર 1998માં કરવામાં આવ્યું હતું.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટનું સરદાર વલ્લભભાઇ પટેલ નામકરણ ભાજપની સરકારમાં થયું હોવાના ભાજપના દાવાની પોલ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ખોલી નાખી છે. અમદાવાદ એરપોર્ટનું નામકરણ તત્કાલિન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા અને ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના સમયમાં થયું હતું. શંકરસિંહે તે સમયની તસ્વીરો ટ્વીટ કરી છે અને ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.
શંકરસિંહે રજૂ કર્યા પૂરાવા
શંકરસિંહે ટ્વીટર પર મુકેલા પૂરાવા સાથે જણાવ્યું કે, એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ 7 ડિસેમ્બર 1998માં કરવામાં આવ્યું હતું. ભાજપા સરકારના ઈશારે એરપોર્ટ ઓથોરિટીએ નામકરણની તકતી અને અવશેષ નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. એરપોર્ટનું નામકરણ ભાજપમાં શાસનમાં થયું હતું, તે ભાજપ અને મોદી સરકારનું જુઠ્ઠાણું છે. શંકરસિંહે ટ્વીટર પર પૂરાવો રજૂ કરીને ભાજપને પડકાર ફેંક્યો છે.
Before few days BJP's paid media journalist & some bjp bhakts had raised doubts showing fake Rajyasabha letter nd claiming that Sardar Vallabhbhai Patel Airport was named by Atalji in Keshubhai Patel's CM Tenure and not by HD Deve Gowda in my CM Tenure. So I am sharing this proof pic.twitter.com/M3TFolzAwA
— Shankersinh Vaghela (@ShankersinhBapu) November 17, 2018
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલ નામકરણ ભાજપની સરકારમાં થયું હતું. બાપુએ 7 ડિસેમ્બર 1998ની એક તસ્વીર જાહેર કરીને કહ્યું કે, એરપોર્ટનું નામકરણ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવાનું સૂચન તેઓ સીએમ હતા ત્યારે કર્યું હતું. તેમની વિનંતી પર તત્કાલિન વડાપ્રધાન દેવગૌડા 7 ડિસેમ્બર 98ના રોજ ગુજરાત આવ્યા અને તક્તીનું નામકરણ કર્યું હતું. તેના પૂરાવા રૂપે શંકરસિંહે ફોટો પણ ટ્વીટ કર્યો છે.
Its shameful to find dt BJP believes in manipulating history for their personal marketing. The matter of fact dt this remains only proof shared by senior journalist. The actual memorial in Airport which is seen in this photo is being tarnished by @AAI_Official under BJP pressure. pic.twitter.com/xbA4AmMe3U
— Shankersinh Vaghela (@ShankersinhBapu) November 17, 2018
બાપુએ કહ્યું કે, આ ખુલાસો એટલા માટે કરવો પડે છે કે, ભાજપ દ્વારા સંકુચિત માનસિકતાને કારણે ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. ભાજપ જુઠ્ઠાણું ફેલાવે છે કે, કેશુભાઈ સીએમ અને અટલજી પીએમ હતા ત્યારે એરપોર્ટનું નામકરણ સરદાર પટેલ કરવામાં આવ્યું હતું. આ ફોટો તેનો પૂરાવો છે અને ભાજપના દાવાઓ ખોટા છે. તેમણે એમ પણ કહ્યું કે આ સરકારે રાજ્યસભામાં પણ આ વિષયની ખોટી માહિતી મૂકી છે. એરપોર્ટ પર આ તકતી ક્યાં છે અને તેને સાચવવાની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીની છે. ઓથોરિટી આ તકતી શોધી કાઢીને જાહેર જનતાની જાણકારી માટે મુકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે