શંકર ચૌધરીની વિરૂદ્ધ ઓડિયો ક્લિપ વાઈરલ, મતપેટી બદલી હોવાનો ગંભીર આરોપ

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી આ ઓડિયો ક્લિપનું ZEE 24 કલાક પુષ્ટી નથી કરતુ પરંતુ જે રીતે આ ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે તે બાદ બનાસકાંઠા જીલ્લામાં અને બનાસડેરીના સભ્યોમાં ખળભળાટ વ્યાપ્યો છે.

શંકર ચૌધરીની વિરૂદ્ધ ઓડિયો ક્લિપ વાઈરલ, મતપેટી બદલી હોવાનો ગંભીર આરોપ

અમદાવાદ: બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે આક્ષેપ લગાવતી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. અજાણ્યા શખ્સ દ્વારા વાઈરલ કરાયેલી આ ઓડિયો ક્લિપમાં બનાસડેરીના કામકાજને લઈ શંકર ચૌધરી સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. વાઈરલ થયેલી ક્લિપમાં શંકર ચૌધરી સામે આક્ષેપ લગાવાયો છે કે બનાસડેરીની ચૂંટણીમાં સાચી મતદાન પેટીઓ બદલી દેવામાં હતી. તો બનાસડેરીની ભરતીમાં માત્ર સગા વ્હાલાઓની જ ભરતી કરાવી હોવાનો આરોપ મુકાયો છે. 

સાથે જ ડેરી દ્વારા પાવડરમાં 350 કરોડનું નુકસાન કર્યાનો પણ આક્ષેપ અજાણ્યા શખ્સ દ્વારા લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી આ ઓડિયો ક્લિપનું ZEE 24 કલાક પુષ્ટી નથી કરતુ પરંતુ જે રીતે આ ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે તે બાદ બનાસકાંઠા જીલ્લામાં અને બનાસડેરીના સભ્યોમાં ખળભળાટ વ્યાપ્યો છે.

વાંચો: ઓડિયો ક્લિપમાં કેવા લગાવ્યા આરોપો
બનાસકાંઠા જિલ્લાના જાગૃત દુધ ઉત્પાદક ભાઈઓ-બહેનો અને સહકારી આગેવાનોને મારા સાદર પ્રણામ. હું કેટલીક બાબતો માનનીય બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને કહેવા માંગુ છું. કે શંકરભાઈ તમારા આવ્યા પછી બનાસડેરીમાં રાજકીય કેટલી પ્રગતિ થઈ ? અને અમે સૌ જાણીએ છીએ કે બનાસકાંઠા જીલ્લા બહારના લોકોની કેવી રીતે શું પ્રમાણે ભરતી થઈ છે તે સૌ કોઈ જાણે છે. 

દૈનિક સમાચાર પત્રોમાં જાહેરાત આપ્યા વિના જ મામા-માસી, ભાણિયા-ભત્રિજા, સાળીના દિકરા-દિકરીઓની ભરતી થઈ છે અને મેનેજર બનાવી દીધા છે, સૌ કોઈ જાણે છે. અગ્રવાલ લોજિસ્ટિક કંપની, ધનલક્ષ્મી લોજિસ્ટિક કંપનીમાં કોણ ભાગીદાર છે તે સૌ કોઈપણ જાણે છે. અગ્રવાલ લોજિસ્ટિક કંપનીના ટેન્કરમાં દુધ કયા લઈ જવામાં આવે છે અને પ્રાઈવેટ બજારમાં કયા વેચવામાં આવે છે તે પણ સૌ કોઈ પણ જાણે છે. 

શંકરભાઈ, દાણના કાચા માલની ખરીદી દરરોજ સરેરાશ 1200 ટન કરવામાં આવે છે. આ કાચો માલ અન્ય ડેરી કરતા સરેરાશ 300થી 500 રૂપિયા મોંઘો કેમ ? મોલાસીસનો ભાવ ઘટ્યા પછી પણ બનાસડેરીના દાણના ભાવ કેમ ન ઘટ્યા ? શા માટે કેટલફીડ ફેક્ટ્રીમાં કરોડોનો નફો કરીને સરકારમાં કરવેરો ભર્યો ? 

શંકરભાઈ, બનાસડેરીની ચૂંટણી સાચી રીતે બિહાર સ્ટાઈલની બેલેટ પેપર વગરની પ્રથમવાર ચૂંટણી થઈ, સાચી મતદાન પેટી કયા ગઈ? ડુપ્લીકેટ મતદાન પેટી ક્યાંથી આવી? તમે ચેરમેન બન્યા તે દિવસે ગાય માતાનું પુજન કરીને બનાસડરીમાં આવ્યા. અરે ભાઈ, ગાય કે ભેંસના પેટમાં કાચા માલના લાકડાનો ભુકો જાય, સડેલુ અનાજ જાય, બારબલનો દળેલો પાવડર જાય, લોખંડ જાય અને પાપ કરનાર કોણ ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news